ETV Bharat / bharat

હરિયાણાના પલવલ સામુહિક દુષ્કર્મના મુખ્ય આરોપી સાગરની પોલીસે કરી ધરપકડ - palwal news

હરિયાણાના પલવલમાં દિલ્હીથી માત્ર 70 કિલોમીટર દૂર એક યુવતીએ 25 લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. તેમજ પોલીસે યુવતીના નિવેદનના આધારે 25 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે ઘટનાના મુખ્ય આરોપી સાગરની પોલીસે ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે, બાકીના આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

palwal
palwal
author img

By

Published : May 14, 2021, 10:29 AM IST

Updated : May 14, 2021, 12:42 PM IST

  • હરિયાણાના પલવલમાં યુવતી સાથે દુષ્કર્મ
  • 25 લોકો સામે નોંધાઈ ફરીયાદ
  • યુવકે ફેસબુક પર યુવતી સાથે મિત્રતા કેળવીને તેને મળવા માટે બોલાવી હતી

પલવલ: હરિયાણાના પલવલમાં દિલ્હીથી માત્ર 70 કિલોમીટર દૂર એક યુવતીએ 25 લોકો પર સામુહિક દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. તેમજ પોલીસે યુવતીના નિવેદનના આધારે 25 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારે ઘટનાના મુખ્ય આરોપી સાગરની પોલીસે ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે, બાકીના આરોપીની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: અજમેરમાં ગુજરાતની યુવતી પર સામુહિક દુષ્કર્મ

પોલીસને આપેલા નિવેદનમાં યુવતીએ જણાવ્યું છે કે, ફેસબુક પર બનેલા મિત્રએ તેને મળવા હોટેલમાં બોલાવી હતી. જ્યાંથી તેનું અપહરણ કરીને રામગઢના જંગલમાં લઈ જવામાં આવી હતી અને આખી રાત દરમિયાન આશરે 25 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીએ જણાવ્યું કે, સવારે તેને છોડી દેવામાં આવી હતી, જ્યાં તેની પર ફરીથી સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બની, ગ્રેટર નોઈડામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ

યુવતીની તબિયત બગડતી તેને બેભાન અવસ્થામાં બદરપુર બોર્ડર પર છોડીને આરોપી ભાગી ગયા હતા. આ કેસમાં પોલીસે 25 લોકો વિરુદ્ધ અપહરણ અને સામુહિક દુષ્કર્મના આરોપ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના 3 મેના રોજ બની હતી, પરંતુ મહિલાએ હવે પોલીસને તેની જાણ કરી છે.

Last Updated : May 14, 2021, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.