નવી દિલ્હી :સેના પ્રમુખ જનરલ નરવણેનો 2 દિવસીય નેપાળ પ્રવાસ આજથી શરુ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બંન્ને દેશો વચ્ચે સરહદને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય સેના પ્રમુખનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
ભારત અને નેપાળની મિત્રતા વધુ મજબુત
નેપાળના પ્રવાસ પર જનરલ નરવણે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સહિત નેપાળના જનરલ ચંદ થાપા સાથે મુલાકાત કરશે. તે નેપાળી સેનાના આર્મી કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાં સ્ટૂડન્ટ-ઑફિસર્સને સંબોધિત કરશે. નેપાળના 2 દિવસના પ્રવાસ પહેલા સેના પ્રમુખ નરવણે તેમના પ્રવાસને મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રવાસથી ભારત અને નેપાળની મિત્રતા વધુ મજબુત થશે.
ભારતના સહયોગથી બનેલા એક વિદ્યાલય ભવનનું ઉદ્ધાટન
સેના પ્રમુખ નરવણે કહ્યું કે, હું ખુશનસીબ છું કે, ભારત અને નેપાળના સંબંધોને મજબુત કરવા માટે હું કાઠમંડુ જઈ રહ્યો છું. આ નિમંત્રણ પર નેપાળ જઈ જનરલ થાપા સાથે મુલાકાત કરવાની ખુશી છે. મને આશા છે કે, આ પ્રવાસ બંન્ને સેનાને મજબુત કરનાર બંધન અને મિત્રતાને મજબુત કરવા માટે એક લાંબો રસ્તો નક્કી કરશે. નેપાળના નવલપુર જિલ્લામાં ભારતના સહયોગથી બનેલા એક વિદ્યાલય ભવનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ નિર્માણ ભારતની 2.583 કરોડ રુપિયાની આર્થિક સહાયતાથી કરવામાં આવ્યું છે. નેપાળની રાજધાની કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ, જિલ્લા સમન્વય સમિતિ, વિદ્યાલય મેનેજમેન્ટ સમિતિના પ્રતિનિધિયો અને સ્થાનીક નેતાઓએ વીડિયો કૉન્ફેસિંગ દ્વારા ભવનનું ઉદ્ધાટન કર્યું હતુ.