ETV Bharat / bharat

Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર

ગૌતમ અદાણીએ અમેરિકામાં હિંડનબર્ગ સામે કાનૂની લડાઈ લડવા માટે અમેરિકાની મોટી લો ફર્મ 'વોચટેલ'ને હાયર કરી છે. સૂત્રોનું કહેવું છે કે, અદાણી ગ્રુપ તમામ કાયદાકીય વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર
Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર
author img

By

Published : Feb 10, 2023, 4:06 PM IST

નવી દિલ્હી : ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીની કંપનીએ અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગ દ્વારા કરવામાં આવેલા દાવા સામે લડવા માટે એક્ટિવિઝમ ડિફેન્સ લો ફર્મ વૉચટેલ, લિપ્ટન, રોસેન એન્ડ કેટ્ઝને હાયર કરી છે. અદાણી ગ્રુપ કેસ લડીને તેના રોકાણકારોને કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્ય વિશે ખાતરી આપવા માંગે છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે, ભારતની સિરિલ અમરચંદ મંગળદાસ ફર્મે વૉચટેલનો સંપર્ક કર્યો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ટ્વિટર ઇન્કએ વર્ષ 2022માં યુએસ લો ફર્મને હાયર કરી હતી. જ્યારે તેણે એલોન મસ્કને સોશિયલ મીડિયા કંપનીના ડોલર 44 બિલિયનના સંપાદન પર દાવો માંડવા અને પૂર્ણ કરવા દબાણ કર્યું.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર સુનાવણી : સુપ્રીમ કોર્ટ અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત બે જાહેર હિતની અરજીઓ (PILs) પર સુનાવણી કરશે. અરજીમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરવામાં આવી છે. આ પીઆઈએલ એડવોકેટ એમએલ શર્મા અને વિશાલ તિવારીએ દાખલ કરી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, યુએસ સ્થિત હિંડનબર્ગે અદાણીના શેર શોર્ટ-સેલ્ડ કર્યા હતા, જેના કારણે 'રોકાણકારોને ભારે નુકસાન' થયું હતું. તિવારીએ કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટે દેશની છબીને કલંકિત કરી છે. આની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે.

આ પણ વાંચો : Hindenburg Report Effect: LIC અદાણી ગ્રુપના અધિકારીઓ સાથે કરશે મુલાકાત

હિન્ડેનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન : શર્માની અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અહેવાલ અંગેના મીડિયા પ્રસિદ્ધિએ બજારોને પ્રભાવિત કર્યા હતા અને હિન્ડેનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન પણ ભારતીય નિયમનકાર સેબીને તેમના દાવાઓની સાબિતી આપવામાં નિષ્ફળ ગયા હતા. નોંધપાત્ર રીતે, એડવોકેટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ કેસની તાકીદે સૂચિબદ્ધ કરવા માટે અપીલ કરી હતી.

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગના આરોપો : યુએસ સ્થિત શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર કોર્પોરેટ છેતરપિંડી, મની લોન્ડરિંગ અને શેરની હેરાફેરી જેવા અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. જેને અદાણી ગ્રુપે નકારી કાઢ્યું છે. અદાણી ગ્રૂપે કહ્યું હતું કે, તે હિંડનબર્ગ રિસર્ચ સામે શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપો બદલ કાનૂની પગલાં લેશે. આ અંગે હિંડનબર્ગ રિસર્ચે કહ્યું હતું કે, તે અદાણી જૂથ દ્વારા કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર છે. આ અંગે અદાણી જૂથે અમેરિકાની મોટી લો ફર્મ 'વચટેલ'ને હાયર કરી છે.

આ પણ વાંચો : Forbes Billionaires List: જાણો ફોર્બ્સની નવી યાદીમાં અંબાણી અને અદાણીનું રેન્કિંગ

ગૌતમ અદાણી અબજોપતિઓની ટોપ-20 યાદીમાંથી બહાર : અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીનું કોર્પોરેટ સામ્રાજ્ય હચમચી ગયું હતું. તેમની નેટવર્થ ડોલર 118 બિલિયનના નુકસાન સાથે અડધી થઈ ગઈ. ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિના સ્થાનેથી સરકી ગયા અને અબજોપતિઓની ટોપ-20 યાદીમાંથી બહાર થઈ ગયા. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી દસ દિવસમાં અદાણીને ડોલર 59 બિલિયનનું નુકસાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.