અમદાવાદ: ભારતીય રેલ્વેએ વાઈબ્રન્ટ ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાથી લોકોને પરિચિત કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. રેલ્વે ભારત સરકારની પહેલ 'દેખો અપના દેશ' અંતર્ગત ખૂબ જ ખાસ 'ગરવી ગુજરાત' યાત્રા શરૂ કરી રહી છે. ગરવી ગુજરાત યાત્રા 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી શરૂ થશે. આ પ્રવાસમાં વાઈબ્રન્ટ ગુજરાતનો વારસો પ્રદર્શિત કરવામાં આવશે.
-
.@RailMinIndia to introduce Bharat Gaurav Deluxe AC Tourist Train under #EkBharatShresthaBharat Scheme
— PIB India (@PIB_India) February 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
“Garvi Gujarat” tour will depart on 28th Feb from Delhi, this tour is conceptualized on the life of Great Freedom Fighter Sardar Vallabh Bhai Patel
🔗 https://t.co/bbLx6g6rrO pic.twitter.com/SB1LC6nBHQ
">.@RailMinIndia to introduce Bharat Gaurav Deluxe AC Tourist Train under #EkBharatShresthaBharat Scheme
— PIB India (@PIB_India) February 5, 2023
“Garvi Gujarat” tour will depart on 28th Feb from Delhi, this tour is conceptualized on the life of Great Freedom Fighter Sardar Vallabh Bhai Patel
🔗 https://t.co/bbLx6g6rrO pic.twitter.com/SB1LC6nBHQ.@RailMinIndia to introduce Bharat Gaurav Deluxe AC Tourist Train under #EkBharatShresthaBharat Scheme
— PIB India (@PIB_India) February 5, 2023
“Garvi Gujarat” tour will depart on 28th Feb from Delhi, this tour is conceptualized on the life of Great Freedom Fighter Sardar Vallabh Bhai Patel
🔗 https://t.co/bbLx6g6rrO pic.twitter.com/SB1LC6nBHQ
હેરિટેજ સ્થળોની મુલાકાત: આ ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ હશે. આ ટ્રેન આખા દિવસમાં અંદાજે આઠ કલાક ચાલશે. આ દરમિયાન 3500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવામાં આવશે. આ ટ્રેન તમને ગુજરાતના હેરિટેજ સ્થળો અને યાત્રાધામોની મુલાકાતે લઈ જશે. ગરવી ગુજરાત ટુર પેકેજમાં પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, માધોરા અને પાટણ જેવા સ્થળો બતાવવામાં આવશે.
મુસાફરો માટે સુવિધા: ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં બે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે. આ ઉપરાંત, કોચમાં શાવર, વોશરૂમમાં સેન્સર આધારિત કાર્યક્ષમતા, ફૂટ મસાજ સહિતની ઘણી આકર્ષક સુવિધાઓ છે. ટ્રેનમાં દરેક કોચ માટે સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડ સાથે સુરક્ષા સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આ પૅકેજને લોકો માટે વધુ આકર્ષક અને સસ્તું બનાવવા માટે, IRCTC એ કુલ ચુકવણીને નાની રકમમાં વિભાજીત કરીને EMI ચુકવણી વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.
દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ઉપડશે: IRCTC દ્વારા સંચાલિત ગરવી ગુજરાત યાત્રા 28 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન તેની 8 દિવસની યાત્રા દરમિયાન લોકોને ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો પરિચય કરાવશે. પ્રવાસીઓની સુવિધા માટે, ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફૂલેરા અને અજમેર રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને બોર્ડિંગ અને ડી-બોર્ડિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.
ક્યાં જઈ શકશો: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન કે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, અમદાવાદનું અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરાનું સૂર્ય મંદિર અને પાટણ ખાતેની અન્ય યુનેસ્કો સાઇટ રાની કી વાવનો સમાવેશ કાર્યક્રમમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત આ આઠ દિવસની યાત્રામાં સામેલ થવાના ધાર્મિક સ્થળો છે. આ પ્રવાસમાં કેવડિયા અને અમદાવાદમાં એક-એક રાત્રિ હોટલ રોકાણનો પણ સમાવેશ થાય છે.