હૈદરાબાદ: મે 2021માં કોરોનાની બીજી લહેર (corona second wave in india) દરમિયાન ગંગામાં મૃતદેહો (dead bodies in ganga river) વહેતા હોવાના સમાચાર સતત હેડલાઇન્સ બનાવતા રહ્યા. મીડિયા રિપોર્ટ્સમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, ગંગામાં લગભગ 1000 કોરોના સંક્રમિતોના મૃતદેહો વહાવવામાં આવ્યા હતા. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (national mission for clean ganga)ના ડાયરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રાએ દાવો કર્યો છે કે, કોરોના દરમિયાન ગંગામાં (ganga river in corona pandemic) 300થી વધુ મૃતદેહો ફેંકવામાં આવ્યા નહોતા.
'ગંગાઃ રીઇમેજિનિંગ, રિજુવેનેટિંગ, રીકનેક્ટિંગ' પુસ્તક લખ્યું
રાજીવ રંજન મિશ્રાએ NMCG સાથે કામ કરતા IDAS અધિકારી પુસ્કલ ઉપાધ્યાય સાથે મળીને 'ગંગાઃ રીઇમેજિનિંગ, રિજુવેનેટિંગ, રીકનેક્ટિંગ' (ganga reimagining rejuvenating reconnecting) પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે કોરોના સમયગાળા દરમિયાન ગંગામાં વહેતા મૃતદેહો વિશે જણાવ્યું છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ (chairman of prime minister economic advisory council) વિવેક દેબરોયે ગુરુવારે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું.
બીજી લહેરમાં UP અને બિહારના સ્મશાનગૃહોમાં મૃતદેહોની સંખ્યા વધી હતી
રાજીવ રંજન મિશ્રા 1987 બેચના તેલંગાણા કેડરના IAS અધિકારી છે. તેઓ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા અને નમામી ગંગે પ્રોજેક્ટ (namami gange project) સાથે 2 કાર્યકાળ દરમિયાન 5 વર્ષથી વધુ સમય સુધી જોડાયેલા હતા. રાજીવ રંજન મિશ્રા 31 ડિસેમ્બર 2021ના રોજ નિવૃત્ત થશે. રાજીવ રંજન મિશ્રાએ તેમના પુસ્તકના ચેપ્ટર 'ફ્લોટિંગ કૉર્પ્સઃ અ રિવર ડિફિલ્ડ'માં જણાવ્યું કે, કોવિડ-19 મહામારીની બીજી લહેર દરમિયાન યુપી અને બિહારના સ્મશાનગૃહો (up and bihar cemeteries in corona second wave)માં મૃતદેહોની સંખ્યામાં વધારો થયો હતો. ગંગા મૃતકો માટે સરળ ડમ્પિંગ ગ્રાઉન્ડ (Ganga In Corona Second Wave) બની ગઈ. રાજીવ રંજને લખ્યું છે કે, જ્યારે મીડિયામાં મૃતદેહો વહેતા થવાના સમાચાર હેડલાઇન્સ બની રહ્યા હતા, ત્યારે તેઓ મેદાંતામાં કોવિડ સંક્રમણની સારવાર કરાવી રહ્યા હતા.
તમામ રિપોર્ટ બાદ તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ગંગામાં 300થી વધુ મૃતદેહો નહોતા
11 મેના રોજ તેમણે તમામ 59 જિલ્લા ગંગા સમિતિઓને ગંગા (district ganga committee)માં મૃતદેહોના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવા અને રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. થોડા દિવસો પછી તેમણે યુપી અને બિહાર પાસેથી આ સંબંધિત રિપોર્ટ માંગ્યો. ત્યારબાદ ગંગા અને તેની સહાયક નદીઓમાં મળેલા મૃતદેહોના ડેટા જિલ્લાવાર મેળ કરવામાં આવ્યા. ગંગાના કિનારે વસેલા જિલ્લાઓના DM અને પંચાયત અધિકારીઓના રિપોર્ટ બાદ તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ગંગામાં ફેંકવામાં આવતા મૃતદેહોની સંખ્યા 300થી વધુ નથી.
મોટાભાગના કેસ યુપીના કન્નૌજ અને બલિયા વચ્ચે જ સીમિત
પુસ્તકમાં તેમણે ખુલાસો કર્યો કે, આમાંના મોટાભાગના કેસ યુપીના કન્નૌજ અને બલિયા વચ્ચે જ સીમિત છે. બિહારમાંથી મળેલા મૃતદેહો યુપીમાં વહી ગયા. જ્યારે આ વિશે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના નિર્દેશકે રિપોર્ટ મંગાવ્યો ત્યારે ઉત્તર પ્રદેશ રાજ્યના અધિકારીઓએ તેમને મૃતદેહોના જળપ્રવાહના નિયમો (rules of drainage of corpses in india) વિશે માહિતી આપી. તેમણે લખ્યું કે, 'કોવિડ-19 સ્મશાન પ્રોટોકોલ વિશે ગ્રામીણ વસ્તીની અજ્ઞાનતાને કારણે આવી સ્થિતિ સર્જાઈ. આનું બીજું એક પાસું એ હતું કે, ગરીબીથી પીડિત લોકો કે જેમણે કોવિડ-19 સામે લડવા માટે ડૉક્ટરની ફી અને દવાઓ પાછળ પોતાના તમામ પૈસા ખર્ચી નાખ્યા, તેઓ મોંઘી સ્મશાન ફી ચૂકવવાની સ્થિતિમાં નહોતા.'
આ પણ વાંચો: Covid-19 : ઇક્વાડોરમાં નાગરિકો માટે રસીકરણ રહેશે ફરજિયાત
આ પણ વાંચો: Centers advice on Omicron : કર્ફ્યૂ મહત્ત્વનું કદમ, ભીડ નિયંત્રિત કરો