મુંબઈ:મહારાષ્ટ્રના ભાગોમાં ગણેશ મૂર્તિઓના વિસર્જન(Isolation of Ganesha idols)દરમિયાન વિવિધ ઘટનાઓમાં 20 લોકોના મોત(20 people died)થયા છે, જેમાંથી 14 લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. 31 ઓગસ્ટથી શરૂ થયેલો 10 દિવસીય ગણેશ ઉત્સવ(Ganesh Utsav) શુક્રવારે સમાપ્ત થયો હતો.
લાપરવાહીથી મોતઃમહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ જેવા કે, વર્ધા,સાવંગીમાં 3 લોકો ડૂબી ગયા, જ્યારે અન્ય 1 દેવલીમાં ડૂબી ગયા. યવતમાલ જિલ્લામાં મૂર્તિ વિસર્જન માટે ગયેલા 2 લોકો તળાવમાં ડૂબી ગયા હતા. અહેમદનગર જિલ્લાના સુપા અને બેલવંડી ખાતે અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા હતા,જ્યારે અન્ય 2 લોકો ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં મૃત્યુ પામ્યા હતા. પુણેના ગ્રામીણ વિસ્તારોમાં ધુલે, સતારા અને સોલાપુર શહેરોમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. નાગપુર શહેરના સકરદરા વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન 1 અને માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા.
વરસાદ સાથે વીજ કરંટઃ વરસાદ વચ્ચે થાણેના કોલબાડ વિસ્તારમાં એક ગણેશ પંડાલ પર એક વૃક્ષ પડ્યું હતું, જેના કારણે આ ઘટના બની હતી. 55 વર્ષનો માણસ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી.આ દરમિયાન, રાયગઢના પનવેલ ખાતે ઇલેક્ટ્રિક કરંટ લાગતા 9 વર્ષની બાળકી સહિત 11 લોકો ઘાયલ થયા હતા.
રાજકીય ઝપાઝપીઃઆ ઘટના શુક્રવારે સાંજે વડઘર કોલીવાડામાં બની હતી. તે જ સમયે, મૂર્તિઓના વિસર્જન દરમિયાન, કાયદો અને વ્યવસ્થાને લગતી ઘટનાઓ પણ ઘણી જગ્યાએ બની હતી. અહમદનગર જિલ્લામાં તોપખાનામાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જલગાંવમાં ગણેશ મૂર્તિના વિસર્જન દરમિયાન લોકોના એક જૂથે મેયરના બંગલા પર પથ્થરમારો કર્યો હતો.