ETV Bharat / bharat

G20 Summit Delhi : G20 સમિટમાં છવાયો આ ગુજ્જુનો રંગ, જુઓ G20 થીમ આધારિત અદભુત કાર - કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો

આજથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે G20 સમિટની શરૂઆત થઈ છે. આ તકે બે ગુજરાતીઓએ પોતાની આગવી અદાથી મહેમાનોના મન મોહી લીધા છે. ગુજરાતના બે યુવાન મૌલિક જાની અને સિદ્ધાર્થ પોતાની અનોખી કારમાં અમદાવાદથી દિલ્હી પહોંચ્યા છે. પરંતુ આ કાર શા માટે છે આટલી ખાસ, જાણો આ અહેવાલમાં...

G20 Summit Delhi
G20 Summit Delhi
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 1:31 PM IST

નવી દિલ્હી : આજથી દિલ્હીમાં G20 સમિટની શરુઆત થઈ રહી છે. આ સમિટમાં પહોંચવા અમદાવાદનો યુવક મૌલિક તેના મિત્ર સિદ્ધાર્થ સાથે તેની ગુજરાતથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા છે. આ 2 યુવક સમિટમાં જઈ રહ્યા છે તે કોઈ નવાઈની વાત નથી. પરંતુ જે ગાડીમાં તેઓ અમદાવાદથી દિલ્હી ગયા છે, તે જેગુઆર કાર સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.

ધ અમેઝિંગ કાર : ગુજરાતના આ બંને યુવાનો પોતાની કારને G20 સમિટની થીમ આધારિત રંગોથી રંગીને દિલ્હી પહોંચ્યા છે. તેઓએ પોતાની આ યાત્રામાં તિરંગા યાત્રા નામ આપ્યું છે. આ અંગે મૌલીકે જણાવ્યું હતું કે, આપણા દેશમાં થઈ રહેલી G20 સમિટ માટે અમે અમદાવાદ ગુજરાતમાંથી આવ્યા છીએ. અમે કારને G20 ની થીમ પર ડિઝાઇન કરી છે. અમે અમારી યાત્રાને તિરંગા યાત્રા નામ આપ્યું છે. હું અને મારો મિત્ર સિદ્ધાર્થ ચાર વખત સુરતથી દિલ્હી ગયા છીએ. અત્યારે અમે બંને સીધા ગુજરાતથી આવી રહ્યા છીએ, જેમાં લગભગ 24 કલાક લાગ્યા હતા. હું G20 અંગે દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.

G20 સમિટ : ઉલ્લેખનિય છે કે, નવી દિલ્હી એરપોર્ટ પર G20 સમિટના મહેમાનો અને પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય ઔપચારિક લાઉન્જ, વિશેષ ઇમિગ્રેશન કાઉન્ટર્સ, વોટરફોલ્સ, અભિવ્યક્ત હોર્ડિંગ્સ અને પ્રકાશિત G20 લોગો જેવી સુવિધા હતી. આજે 9 અને આવતીકાલ 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનાર આ G20 સમિટમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી મહેમાનો દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેમાં યુએસ પ્રમુખ જો બાઈડેન, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને અન્ય ઘણા નેતાઓ ભારત મંડપમ ખાતે પધાર્યા હતા.

વૈશ્વિ બન્યું ભારતનું મહેમાન : દિલ્હી એરપોર્ટ ઓપરેટર DIAL એ વિવિધ દેશના નેતા અને અન્ય VIPs અને સરકારી અધિકારીઓને આવકારવા માટે ઔપચારિક લાઉન્જ તૈયાર કર્યા છે. વિદેશી મહાનુભાવોના પ્રવેશ અને બહાર નીકળવા માટે ખાસ કોરિડોર તૈયાર કરવામાં આવ્યા છે. DIAL ના CEO વિદેહ કુમાર જયપુરિયારે જણાવ્યું હતું કે, G20 સમિટમાં ભાગ લેવા આવનાર મહેમાનોનું સ્વાગત કરવા માટે દિલ્હી એરપોર્ટ તૈયાર અને ઉત્સાહિત છે.

આજથી પ્રારંભ : ઉલ્લેખનીય છે કે, ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરના રોજ G20 નું પ્રમુખપદ સંભાળ્યું હતું. જેમાં G20 સંબંધિત લગભગ 200 બેઠકો દેશના 60 શહેરોમાં આયોજિત કરવામાં આવી હતી. ત્યારે આજે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

(ANI)

  1. G20 Summit Delhi : G20 સમિટમાં PM મોદીનું સંબોધન, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસનો મંત્ર આપ્યો
  2. G20 Summit In India: 'દેશી' અંદાજમાં જોવા મળ્યા બ્રિટિશ પીએમ સુનક અને તેમની પત્ની અક્ષતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.