ETV Bharat / bharat

ગજબના ભેજાબાજ: સુરક્ષાના નામે 6 રાજ્યની પોલીસને ચુનો લગાવ્યો

કૌભાંડોનો પર્દાફાશ (Team of Scam Flash out organization) કરનાર સંગઠનના વડા હોવાનો દાવો કરનારા છેતરપિંડી કરનારાઓએ (Cheating Case in Uttar Pradesh) સુરક્ષાની માંગણીના નામે ઘણા રાજ્યોની પોલીસને ચુનો લગાવ્યો છે. આ કેસમાં બે શખ્સોની પોલ ખુલ્યા બાદ ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

ગજબના ભેજાબાજ: સુરક્ષાના નામે યુપી સહિત અનેક રાજ્યની પોલીસને ચુનો લગાવ્યો

author img

By

Published : Aug 2, 2022, 6:50 PM IST

Updated : Aug 2, 2022, 7:13 PM IST

લખનૌ: દેશમાં થઈ રહેલા કૌભાંડોને બહાર (Team of Scam Flash out organization) પાડનાર સંગઠનના વડા હોવાનો દાવો કરનારા ભેજાબાજો સામે ઉત્તર પ્રદેશમાં ફરિયાદ (Cheating Case in Uttar Pradesh) નોંધાઈ છે. આ ભેજાબાજોએ માત્ર ઉત્તર પ્રદેશ પોલીસને (Uttar Pradesh police) જ નહીં પણ અનેક રાજ્યની પોલીસ સાથે છેત્તરપિંડી કરી છે. દેશના 6 રાજ્યોની પોલીસને અંધારામાં રાખીને આ સંસ્થાના લોકો પ્રવાસ દરમિયાન સરકાર (Security During Travelling) પાસે સુરક્ષાની માંગ કરતા હતા. રાજ્યની સરકાર એમને પોલીસ પ્રોટેક્શન પણ આપતી હતી.

આ પણ વાંચો: JDU વિદ્યાર્થી નેતાનો પિસ્તોલ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

પોલી ખુલી: આ કેસમાં જ્યારે પર્દાફાશ થયો ત્યારે થોડા સમય માટે તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. જે મામલે હજરંતગંજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. વાવડ એવા પણ મળ્યા છે કે, આ ભેજાબાજો અગાઉ પણ પોલીસ પ્રોટેક્શન મેળવી ચૂક્યા છે.

આવો હતો પ્લાન: તારીખ 23 જૂન 2022 ના રોજ, ભ્રષ્ટાચાર વિરોધી અને અપરાધ નિયંત્રણ સમિતિના પ્રમુખ, રાજલાલ સિંહ પટેલે ગૃહ પ્રધાન અમિત શાહને સંબોધીને એક પત્ર લખ્યો હતો. તેની નકલ મુખ્યમંત્રી, ગૃહ વિભાગ અને દિલ્હી સરકારના ડીજીપી, ઉત્તરાખંડ સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને પણ મોકલવામાં આવી હતી. જેમાં પત્રમાં કહેવામાં આવ્યું છે કે કમિટીના સેલ ચીફ રોબિન પ્રધાન તારીખ 24 જૂનથી 26 જૂન સુધી દિલ્હી, ઉત્તરાખંડ અને યુપીના ઘણા જિલ્લાઓમાં અંગત કામ માટે પ્રવાસ પર હશે. તેથી તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવે. આ પત્ર ત્રણેય રાજ્યોની પોલીસને ગયો હતો.

આ પણ વાંચો: જાણો શું છે બિરયાણી કૌભાંડ, જેની તપાસમાં લાગી છે ACB

હકદાર ન હતા: આ પત્રમાં આરોપી રોબિન પ્રધાનની મિનિટ ટુ મિનિટ વિગતો હતી. જ્યારે યુપીના ADG કાયદો અને વ્યવસ્થા અને એસપી સુરક્ષાના સ્તરેથી તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એજન્સીને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કોઈપણ શ્રેણીના રક્ષણ માટે હકદાર નથી. આમ છતાં તેમણે પ્રવાસ માટે સુરક્ષા માંગી હતી. જેમાં રાજ્યની પોલીસે સુરક્ષા આપી પણ દીધી હતી.

FIR થઈ: DCP સેન્ટ્રલ અપર્ણા કૌશિકના જણાવ્યા અનુસાર, ADG કાયદો અને વ્યવસ્થાના પત્રના આધારે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં તપાસ બાદ ભ્રષ્ટાચાર વિરોધી અને અપરાધ નિયંત્રણ સમિતિ સેલના વડા રોબિન પ્રધાન સામે ગુનો નોધાયો છે. સંસ્થાપક રાજલાલ સિંહ વિરુદ્ધ છેતરપિંડી, ષડયંત્ર અને સરકારી કામમાં અવરોધની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આરોપીઓ દ્વારા મોકલવામાં આવેલા પત્રના આધારે ગૃહ વિભાગ, પોલીસ હેડક્વાર્ટર અને એસપી સિક્યોરિટીના સ્તરે સુરક્ષા પૂરી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ, બનાવટી હોવાનું સામે આવતાં સરકાર અને વિભાગોની કામગીરી ખોરવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: ઓહ! TV જોતા જોતા મહિલાએ ટમેટા ખાઈ લેતા મૃત્યું થયું

મૂળ હૈદરાબાદમાં: ભ્રષ્ટાચાર વિરોધી અને અપરાધ નિયંત્રણ સમિતિના સેલના વડા રોબિન પ્રધાન, જેમને હઝરતગંજ પોલીસ દ્વારા રડારમાં લેવાયા છે, તેઓ હૈદરાબાદના રહેવાસી છે. તે જ સમયે, બીજો આરોપી રાજલાલ સિંહ પટેલ બિહારના ભબુઆનો રહેવાસી છે. બંને આસામ, મેઘાલય, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને હૈદરાબાદ જેવા દેશના ઘણા રાજ્યોમાં ઓફિસ ખોલીને લોકોને પોતાની સાથે જોડે છે. એટલું જ નહીં, આ લોકો પોતાને ભારતના સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સાથે જોડાયેલા હોવાનું પણ જણાવે છે.

મથુરા-વૃંદાવનમાં આંટાફેરા: આ આરોપી રોબિન અગાઉ ગયા વર્ષે ઓક્ટોબર 2021ના રોજ યુપીના મથુરા અને વૃંદાવનની મુલાકાત લેવા આવ્યો હતો. આ દરમિયાન તેણે પ્રવાસ દરમિયાન પણ આવી જ રીતે સુરક્ષાની માંગણી કરી હતી. તેને પોલીસ દ્વારા સુરક્ષા પણ આપવામાં આવી હતી. જો કે, ત્યારબાદ અધિકારીઓને તેના પર આશંકા ન હતી. એટલું જ નહીં, બંને આરોપીઓએ મેઘાલય, બિહાર, હૈદરાબાદ, આસામ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હીમાં રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને પત્ર લખીને પ્રોટોકોલ અને સુરક્ષા લીધી છે.

આ પણ વાંચો: વડોદરાના નામાંકિત બિલ્ડરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ

યુપી પોલીસ છેતરાઈ: રોબિન પ્રધાન તારીખ 23 જૂને સમિતિના પ્રમુખ રાજલાલને પત્ર મોકલ્યા બાદ દિલ્હી, ઉત્તરાખંડના હરિદ્વાર અને યુપીના મથુરાના પ્રવાસે હતા. પરંતુ, તેને રક્ષણ મળ્યું ન હતું. 28 જૂને તેઓ પરત ફર્યા બાદ યુપી પોલીસ તરફથી સુરક્ષા પ્રદાન કરવા માટે ફોન કરવામાં આવ્યો હતો. રોબિન પ્રવાસમાંથી હૈદરાબાદ પરત ફર્યો હતો, જેના કારણે તે સુરક્ષા લઈ શક્યો ન હતો. એટલું જ નહીં રોબિન પ્રધાને ફોન કરનારને સુરક્ષા આપવા માટે અપશબ્દો પણ કહ્યા હતા. આ પછી અધિકારીઓને શંકા ગઈ અને એસપી સુરક્ષાએ સમગ્ર મામલાની તપાસ કરી. જેમાં આ આખો મામલો ખોટો હોવાનું સામે આવ્યું.

સરકાર નક્કી કરે: જ્યારે ETV ભારતે એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ કંટ્રોલ કમિટી સેલના વડા અને આરોપી રોબિન પ્રધાન સાથે વાત કરી તો તેમના કહેવા પ્રમાણે, શું યુપીમાં સુરક્ષા માંગવી એ ગુનો છે? તેણે દેશના અનેક રાજ્યોમાં કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે, તેથી તેનો જીવ જોખમમાં છે. તેથી જ પત્ર લખ્યો હતો. હવે સુરક્ષા આપવી કે નહીં તે સરકાર પર નિર્ભર છે.

Last Updated : Aug 2, 2022, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.