ETV Bharat / bharat

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના પિતાનું નિધન - હૈદરાબાદ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ના પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીનના પિતા મોહમ્મદ યુસુફનું બીમારીના કારણે અવસાન થયું.(Mohammad Azharuddins father passed awa) તેઓ છેલ્લા કેટલાક સમયથી ફેફસાની સમસ્યાથી પીડાતા હતા અને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તબિયત લથડતા મંગળવારે રાત્રે તેમનું અવસાન થયું હતું. પરિવારના સભ્યોએ જણાવ્યું કે આજે બંજારા હિલ્સમાં પ્રાર્થના બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનના પિતાનું નિધન

author img

By

Published : Oct 19, 2022, 11:43 AM IST

હૈદરાબાદ(તેંલગણા): મોહમ્મદ અઝહરુદ્દીનના પિતા મોહમ્મદ યુસુફનું મંગળવારે બીમારીના કારણે અવસાન થયું હતું. (Mohammad Azharuddins father passed awa)અઝહરુદ્દીનના પરિવારજનોએ જણાવ્યું હતુ કે, મોહમ્મદ યુસુફ છેલ્લા કેટલાક સમયથી બિમારીથી પીડિત હતા. મુહમ્મદ યુસુફના અંતિમ સંસ્કાર બુધવારે બંજારા હિલ્સમાં કરવામાં આવશે.

આજીવન પ્રતિબંધ: મોહમ્મદ અઝહરુદ્દીન, જેણે માત્ર બેટિંગ જ નહીં પરંતુ ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી, તેના પર 2000માં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. તે સમયે તેના પર આજીવન પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ.. 12 વર્ષ સુધી કોર્ટમાં લડ્યા બાદ આખરે તે જીતી ગયો હતો. કોર્ટે 2012માં તેના પરનો આજીવન પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

T20 મેચ: હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ના પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીનને લઈને હજુ પણ વિવાદ ચાલુ છે. એચસીએના કેટલાક સભ્યો સાથે તેમનો સાથ મળ્યો ન હતો. ઉપ્પલ સ્ટેડિયમમાં તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 મેચ યોજાઈ હતી. ત્યારે ટિકિટના વેચાણને લઈને ભારે હોબાળો થયો હતો. ફરી એકવાર મોહમ્મદ અઝહરુદ્દીન સમાચારમાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.