- દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સૌથી નજીક હતાં
- રાજીવ ગાંધીના નિધન બાદ અમેઠીમાંથી સાંસદ બન્યા
- 1993 થી 1996 સુધી તેઓ પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ પ્રધાન રહ્યાં
નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ સાંસદ સતીશ શર્માનું ગોવામાં અવસાન થયું છે. કેપ્ટન સતીશ શર્મા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સૌથી નજીક હતા. તેમના નિધનથી કોંગ્રેસ પાર્ટીને વધું એક ઝટકો લાગ્યો છે. તેઓ ઘણાં સમયથી અમેઠીમાં ગાંધી પરિવારના પ્રતિનિધિના રૂપમાં રહ્યાં હતાં.
અમેઠીમાંથી લોકસભાના સાંસદ બન્યા
દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના અવસાન બાદ 1991માં તેઓ અમેઠીમાંથી લોકસભાના સાંસદ તરેકે ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ 1993 થી 1996 સુધી તેઓ પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ પ્રધાન રહ્યાં હતાં. કેપ્ટન સતીશ શર્માનો જન્મ 11 ઓક્ટોબર, 1947ના રોજ વર્તમાન સમયના તેલંગાણાના સિકંદરાબાદમાં થયો હતો.
નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
સીતારામ યાચુરી, અલ્કા લાંબા, રણદીપ સુરજેવાલા, જિતિન પ્રસાદ સહિતનાઓએ કોંગ્રેસના પૂર્વા સાંસદ સતીશ શર્માના નિધન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું.