- પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ લાંબા સમયની બીમારી બાદ મંગળવારે અવસાન
- બસપાના કાર્યકરો અને પદાધિકારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું
- 2007 અને 2012માં બસપાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
બરેલી: બસપા નેતા અને બિથરી ચૈનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહની લાંબા સમયની બીમારી બાદ મંગળવારે બપોરે અવસાન થયું હતું. માહિતી મળતા જ બસપાના કાર્યકરો અને પદાધિકારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો: YSRCPના ધારાસભ્ય સુબ્બૈયાનું નિધન થયું
વિરેન્દ્રસિંહ વર્ષ 2018થી બીમાર હતા
પૂર્વ ધારાસભ્યના નાના ભાઈ દેવેન્દ્રસિંહે જણાવ્યું કે, વિરેન્દ્રસિંહ વર્ષ 2018થી બીમાર હતા. તેમની દેશની લગભગ તમામ મોટી હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી હતી. એક વર્ષ સુધી તેમના ઘરને ICU બનાવીને તેમને ઘરે રાખ્યા હતા. મંગળવારે સ્થિતિ વધુ ખરાબ થતા 64 વર્ષની વયે તેમનું મોત નીપજ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર મૉડેલ ટાઉન સ્મશાનમાં કરવામાં આવશે.
આ પણ વાંચો: રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું 94 વર્ષની વયે નિધન
2007 અને 2012માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહની રાજકીય સફરમાં તેઓ, 2007માં બરેલી કેન્ટ બેઠક અને 2012માં બિથરી ચૈનપુર વિધાનસભા બેઠક પરથી બસપાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં, તેમણે ત્રીજી વખત બિથરી ચૈનપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. પરંતુ, તેઓ હાલના ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલથી ચૂંટણી હારી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય વિરેન્દ્રસિંહને બસપા સુપ્રીમો માયાવતીની નજીક માનવામાં આવે છે.