નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ (Australia and West Indies) વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ (AUS vs WI)ના ત્રીજા દિવસે ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે કોમેન્ટ્રી દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની તબિયત અચાનક બગડી (Ricky Ponting health suddenly deteriorated) ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન બેટ્સમેન રિકી પોન્ટિંગને પર્થની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે પર્થમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચની કોમેન્ટ્રી કરી રહ્યો હતો ત્યારે તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી.
હાલત સ્થિર છે: પોન્ટિંગના સહયોગીઓએ કહ્યું છે કે, તેની હાલત સ્થિર છે. તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા અને તેથી સાવચેતીભર્યા ચેક-અપ માટે હોસ્પિટલમાં ગયા હતા. અહેવાલો અનુસાર, પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે લંચ સમયની આસપાસ પોન્ટિંગને પર્થ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હવે તે ત્રીજા સેશનમાં કોમેન્ટ્રી કરતો જોવા નહીં મળે.