ETV Bharat / bharat

સિંગુર માટે, આ તોફાન પહેલાંની શાંતિ છે - સુવેન્દુ અધિકારી

જેના માટે 1 એપ્રિલે મતદાન થયું હતું અને જેમાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી એકબીજા સામે શિંગડાં ભરાવતાં નજરે પડ્યાં હતાં, તે નંદીગ્રામ વિધાનસભા ક્ષેત્રના બહુ ચર્ચિત ભવિષ્ય પછી 10 એપ્રિલે ચોથા ચરણમાં સિંગુરમાં મતદાન થવા જઈ રહ્યું છે.

સિંગુર માટે, આ તોફાન પહેલાંની શાંતિ છે
સિંગુર માટે, આ તોફાન પહેલાંની શાંતિ છે
author img

By

Published : Apr 9, 2021, 9:43 PM IST

બંગાળની બીજી ઓળખ સમી બેઠક કઈ તરફ ઢળશે?

ન્યૂઝ ડેસ્કઃ સિંગુર આંતરરાષ્ટ્રીય મથાળાંઓમાં ચમક્યું હતું અને ડાબેરી મોરચાને હરાવવા તેમજ રાજ્યમાં સત્તાની સીડી પર ચડવા માટે મમતા બેનર્જી માટે પાયાનો પથ્થર નાખી દીધો હતો. ટાટા મૉટર્સના એક ઑટોમોબાઇલ એકમ માટે ડાબેરી સરકાર દ્વારા જમીન સંપાદન કરવા સામે વર્ષ ૨૦૦૬થી મમતાના આંદોલને તેમને તેમજ તૃણમૂલ કૉંગ્રેસને ઘણાં ફળ આપ્યાં છે. પરંતુ શનિવારની ચૂંટણી તૃણમૂલનાં સર્વેસર્વા માટે અલગ રમત સાબિત થઈ શકે છે.

૨૦૦૧માં જ્યારે તૃણમૂલ કૉંગ્રેસે સ્થાનિક શિક્ષક અને ખેડૂતોની વધુ વસતિવાળા વિસ્તારમાં સન્માનનીય વ્યક્તિ રવીન્દ્રનાથ ભટ્ટાચાર્જીને મેદાનમાં ઉતાર્યા ત્યારથી સિંગુરમાં તેનો દેખાવ જબરદસ્ત રહ્યો છે. ભટ્ટાચાર્જી વર્ષ ૨૦૧૬ સુધી સતત ચાર અવધિ માટે ચૂંટાતા આવ્યા હતા. સિંગુરના 'માસ્ટર મોશાય' (શિક્ષક)એ જમીન સંપાદન સામે મમતાના આંદોલનને મજબૂત રીતે સમર્થન કર્યું હતું અને ઘણા કહે છે કે મમતા બેનર્જીની તરફેણમાં લોકોનો મિજાજ ફેરવવાનારા સૌથી અસરકારક લોકો પૈકીના એક તેઓ છે.

પરંતુ ૨૦૨૧નું સિંગુર વર્ષ ૨૦૧૬ના સિંગુરથી જુદું છે.

સિંગુરના ૮૯ વર્ષના માસ્ટર મોશાય ગયા એક વર્ષથી જુદો સૂર કાઢી રહ્યા છે અને મમતાએ આ વખતે તેમને ટિકિટની ના પાડી તેથી તેમણે ભાજપનો હાથ પકડ્યો છે. તૃણમૂલનું ના પાડવા પાછળનું કારણ સાદું હતું- રવીન્દ્રનાથની ઉંમર થઈ ગઈ છે અને વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાના તણાવભર્યા કામને કરવા માટે તેઓ શારીરિક રીતે ચુસ્ત નથી.

ભાજપે તરત જ આ માસ્ટર મોશાયને સિંગુરમાંથી ટિકિટ આપી દીધી અને તેમને કૃષિ જામી રક્ષા સમિતિના સંયોજક બેચારામ મન્ના સામે મેદાનમાં ઉતાર્યા. મન્ના પડોશી હરિપત બેઠખ પરથી તૃણમૂલના વર્તમાન ધારાસભ્ય છે. ત્યાં મમતાએ તેમનાં પત્ની કરબીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. વાસ્તવમાં, બંગાળના કોઈ પણ રાજકીય દર્શક કહેશે કે સિંગુરમાં બેચારામ મન્ના એ છે જે સુવેન્દુ અધિકારી મમતા બેનર્જી સામે નંદીગ્રામમાં છે. તેઓ સિંગુરને ખૂબ સારી રીતે જાણે છે અને તેમના સઘન સંપર્કો સાથે તે દેખીતું હતું કે આ બેઠકમાં તૃણમૂલના વર્ચસ્વને તોડવા માટે ભાજપની તે પહેલી પસંદગી હતા. ચર્ચા તો એવી હતી કે ભાજપે ભટ્ટાચાર્જી પહેલાં મન્ના સાથે સંવાદ શરૂ કર્યો હતો પરંતુ તેમણે પક્ષ બદલવા નકારી દીધું હતું. આથી હવે માસ્ટર મોશાયે ભગવા પક્ષના રંગમાં રંગાઈ ગયા છે.

જોકે આંકડાઓ સિંગુરની બાબતમાં રસપ્રદ ચૂંટણી ગણિત બતાવે છે. એક સમયના મમતા બેનર્જીના ગઢ એવા સિંગુરમાં વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે જુદી વાર્તા કહે છે. રાજ્યમાં ૧૮ બેઠક પ્રાપ્ત કરીને ભાજપે સહુ કોઈને ચોંકાવી દીધા હતા, પરંતુ સાથે હૂગલી સંસદીય બેઠકમાંથી ભાજપના ઉમેદવાર લોકેટ ચેટર્જીએ સિંગુર વિધાનસભા ક્ષેત્રમાં લગભગ ૧૧,૦૦૦ મતોની સરસાઈ મેળવી હતી. ૨૦૧૧માં તૃણમૂલનો મત હિસ્સો ૫૭.૬૧ ટકા હતો જે વર્ષ ૨૦૧૬માં ઘટીને ૫૦ ટકા થઈ ગયો હતો. આમ, વર્ષ ૨૦૧૬માં જ તૃણમૂલનું ધોવાણ દેખીતું બન્યું હતું. જોકે મમતા બેનર્જીને સપનામાં પણ સિંગુરમાંથી તૃણમૂલ હારે તેવો વિચાર નહીં આવ્યો હોત. પરંતુ કહેવત છે કે સત્ય કલ્પના કરતાં હંમેશાં વિચિત્ર હોય છે. મમતાએ વર્ષ ૨૦૧૯માં સિંગુરમાં હાર મેળવી હતી.

આ વિધાનસભા ક્ષેત્ર બનાવતાં ગામોમાં ગુસ્સો અનુભવાતો હતો. ટાટા મૉટર્સે નોકરીઓનું જે વચન આપ્યું હતું તે યુવાનો માટે ક્યારેય સાકાર ન થયું. ટાટા સાથે પાંચ વર્ષની કાનૂની લડાઈ પછી તૃણમૂલ સરકારે સંપાદિત જમીન પાછી આપી દીધી હતી પરંતુ તેણે આપેલી જમીનો પૈકી મોટા ભાગની ખેતીલાયક નથી. સિંગુર અંદર અને બહાર બંનેથી ઘવાયેલું ક્ષેત્ર છે. આ બધા સાથે, પાયાના સ્તરે ભ્રષ્ટાચારના મુદ્દો પણ ભળ્યો છે જેણે આ ક્ષેત્રમાંથી તૃણમૂલ કૉંગ્રેસથી જનતાને વિમુખ કરી દીધી છે. આ ક્ષેત્ર ડાબેરીઓ માટે વૉટરલૂનું મેદાન બની ગયું હતું અને મમતા બેનર્જી માટે સત્તાની અમીટ સહી બની ગયું હતું.

આ વખતે ડાબેરી મોરચા તરફથી યુવાન ઉમેદવાર છે. એસએફઆઈના રાજ્ય મંત્રી શ્રીજન ભટ્ટાચાર્યએ ઉંમરવાળા લોકોના પ્રચારમાં તાજગી લાવી છે અને પાયાના સ્તરમાં તેમનો સંપર્ક સિંગુરના ચૂંટણી પરિદૃશ્યમાં તેમને મજબૂત રીતે મૂકી આપે છે. સિંગુર ધમધમતા કોલકાતાથી માત્ર ૪૦ કિમી દૂર છે. વિદ્વાન શ્રીજન સિંગુરમાં, જ્યાં લઘુમતી મુસ્લિમ વસતિના અંદાજે આઠ ટકા લોકો છે, તેમાં તૃણમૂલ અને ભાજપ બંનેના મતદારોમાં ગાબડું પાડે તેવી શક્યતા છે.

મમતા બેનર્જીના તીવ્ર સૂરવાળા 'ખેલા હોબે' (રમત થશે) અને મોદી-શાહની જોડીના 'એસોલ પોરિબોર્તન' (આ વખતે પરિવર્તન)ના આહ્વાન વચ્ચે એક બાબત સિંગુરમાં ગૂમ દેખાઈ રહી છે. સર્વત્ર વ્યાપક 'હવા' પરિબળ, જે દરેક બંગાળ ચૂંટણીને એક તરફ ઝુકાવે છે. ધમધમતા દુર્ગાપૂર ઍક્સ્પ્રેસવેથી વિપરીત, ટાટા મૉટર્સ દ્વારા ત્યજી દેવાયેલ સ્થળ કે ડાંગરનાં ખેતરો અને છાપરાંવાળાં ઘરો પર કોઈ એક પક્ષની તરફેણમાં લગભગ કોઈ હવા (પવન) ફૂંકાઈ રહ્યો નથી. સિંગુરનાં મતદાન કેન્દ્રોમાં, મમતા માટે, એક સમયના તેમના નિકટના સાથી અને હવે વૃદ્ધ માસ્ટર મોશાય તેમજ ડાબેરીઓના યુવાન નેતા માટે દરેક મત મહત્ત્વ ધરાવે છે.

-દીપાંકર બોઝ, ન્યૂઝ કૉઑર્ડિનેટર, ઈટીવી ભારત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.