ETV Bharat / bharat

MPમાં જળપ્રલયઃ 1,171 ગામો પાણીમાં ગરકાવ, બચાવ કામગીરી માટે સેના મેદાને ઉતરી - મધ્યપ્રદેશ પૂર ન્યૂઝ

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. ત્યારે પૂરથી ખરાબ રીતે અસરગ્રસ્ત શિવપૂરી જિલ્લામાં ત્રણ લોકો લગભગ 24 કલાક સુધી ઝાડ પર ફસાયેલા રહ્યા હતા. જોકે, તમામ લોકોને બચાવી લેવાયા છે. અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, વરસાદના કારણે ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં 1,171 ગામ અસરગ્રસ્ત થયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સ્થિતિ નિયંત્રિત કરવા માટે સેનાની મદદ પણ માગવામાં આવી છે. તો રેલવે ટ્રેક પર પાણી આવવાથી ટ્રેનોનું સંચાલન રોકી દેવાયું છે.

1,171 ગામો પાણીમાં ગરકાવ
1,171 ગામો પાણીમાં ગરકાવ
author img

By

Published : Aug 4, 2021, 9:26 AM IST

Updated : Aug 4, 2021, 1:43 PM IST

  • મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ખરાબ સ્થિતિ સર્જાઈ
  • શિવપૂરી, શ્યોપૂર, ગ્વાલિયર, દતિયા, મુરૈના જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના બોલાવવા આદેશ
  • વરસાદના કારણે ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં 1,171 ગામ અસરગ્રસ્ત થયા છે
    MPમાં જળપ્રલયઃ 1,171 ગામો પાણીમાં ગરકાવ, બચાવ કામગીરી માટે સેના મેદાને ઉતરી

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા વરસાદ અને પૂરના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ સર્જાઈ છે. શિવપૂરી, શ્યોપૂર, ગ્વાલિયર, દતિયા, મુરૈના જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના બોલાવવાનો આદેશ આપી દેવાયો છે. અનેક વિસ્તારોમાં સેનાની તહેનાતી પણ કરવામાં આવી છે. આ પહેલા શિવપૂરીમાં વાયુસેનાના 3 હેલિકોપ્ટરને રેસ્ક્યૂ માટે લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી 1,000થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી તેમને સુરક્ષિત જગ્યા પર મોકલી દેવાયા છે.

આ પણ વાંચો- Gujarat Rain Update: જુનાગઢમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકો ત્રાહિમામ

મુખ્યપ્રધાને વડાપ્રધાન સાથે પૂર અંગે કરી વાતચીત

આ અંગે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર અંગે માહિતી આપી હતી. વડાપ્રધાનને રાજ્યને દરેક મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર જળ સ્તર વધ્યા પછી ડેમના ગેટ ખોલવાથી હજારો ગામ ટાપુ બની ગયા છે. તો ચંબલ અને પાર્વતી, બેતવા નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. આ સાથે જ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ઝડપથી રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ પરીક્ષણ કરવામાં આવશે.

  • #WATCH | Madhya Pradesh: 10 gates of the Atal Sagar (Madikheda) Dam in Shivpuri district have been opened due to rise in water level of Sindh River, in wake of heavy rainfall pic.twitter.com/vS9x0B7wz1

    — ANI (@ANI) August 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Incessant rains have disrupted the traffic on the Guna-Gwalior rail section. Railway engineers are conducting restoration work: Divisional Railway Manager, Bhopal Division, West Central Railway#MadhyaPradesh pic.twitter.com/5ZBiJfaa7C

આ પણ વાંચો- Maharashtra Flood: ભારે વરસાદથી 112 લોકોના મોત, 99 લોકો ગુમ, 1,35,313નો આબાદ બચાવ

અત્યાર સુધી 1,600 લોકોને બચાવાયા

મુખ્યપ્રધાને કહ્યું હતું કે, NDRF અને SDRFની બચાવ ટીમ દ્વારા અત્યાર સુધી 1,600 લોકોને બચાવવામાં આવ્યા છે. જ્યારે 200 ગામ હજી પણ પૂરની ઝપેટમાં છે. આ સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને ઉંચા સ્થાન પર મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં રાહત શિબિર છે. સૂત્રોના જણાવ્યાનુસાર, મુખ્યપ્રધાને વડાપ્રધાનને ચલાવવામાં આવતા બચાવ અભિયાન અંગે પણ જાણ કરી છે. આ સાથે જ આ સ્થિતિનો સામનો કરવા માટે સેનાથી મદદ માગવા અંગે પણ ચર્ચા કરી છે. તો શ્યોપિર જિલ્લામાં આવેલા વિજયપૂર બસ સ્ટેન્ડ પાસે પૂરગ્રસ્ત વિસ્તારમાં એક ઈમારતમાંથી 60 લોકોને બચાવવામાં આવ્યા છે.

રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા હોવાથી તમામ ટ્રેન રદ

ગ્વાલિયર-ગુના-ભોપાલ રેલવે ટ્રેક પાણીમાં ડૂબી જવાથી બંને તરફથી ટ્રેનોને રદ કરી દેવાઈ છે. અહીં પાથરખેડા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા પછી અવરજવર બંધ કરી દેવાઈ છે.

Last Updated : Aug 4, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.