- હર હર મહાદેવ અને જય ગંગા મૈયાના નાદ સાથે ભક્તોની ગંગામાં ડૂબકી
- કુંભ મેળો આ વખતે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલું રહેશે
- આ મહાશિવરાત્રી પર 101 વર્ષ પછી આવી અદભુત ઘટના બનવાની છે.
હરિદ્વાર: આજે 11 માર્ચે મહાશિવરાત્રી છે. મધ્યરાત્રિથી હરિદ્વારના હર કી પૈડી ખાતે હર હર મહાદેવ અને જય ગંગા મૈયાના નાદ સાથે ભક્તોએ ગંગામાં અસ્થાની ડૂબકી લગાવી હતી. સાત વાગ્યા પછી હર કી પૈડી બ્રહ્મકુંડ ખાતે સામાન્ય ભક્તોનું સ્નાન બંધ કરાયું હતું અને આ વિસ્તાર અખાડાના સંતો મહંતોના સ્નાન માટે અનામત રાખવામાં આવ્યો હતો.
કોવિડની માર્ગદર્શિકાનું પણ ધ્યાન રખાશે
આ પ્રસંગે સાતેય સંતોના અખાડા શાહી સ્નાન કરશે. જો કે, ઉત્તરાખંડ સરકારે કોવિડની માર્ગદર્શિકાઓને કારણે કુંભની અવધિ ચાર મહિનાથી ઘટાડીને માત્ર એક મહિના કરી દીધી છે, સરકારની સૂચના મુજબ, કુંભ હવે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલું રહેશે.
આ પણ વાંચો: ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ, જેમની દ્રષ્ટિ માત્રથી તમામ તકલીફો થશે દૂર
મહાશિવરાત્રી પર 101 વર્ષ પછી આશ્ચર્યજનક સંયોગ
જ્યોતિષીઓ કહે છે કે, મહાશિવરાત્રીના દિવસે શિવ યોગ, સિધ્ધિયોગ અને ધનિષ્ઠ નક્ષત્રના સંયોજનને કારણે તહેવારની મહત્વતામાં ખૂબ વધારો થયો છે. આ શુભ સંયોગો વચ્ચે મહાશિવરાત્રીની ઉપાસના અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. મહાશિવરાત્રી પર 101 વર્ષ પછી આવી ઘટના બનવાની છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.
આ પણ વાંચો: મહાશિવરાત્રીનો મહિમા ETV ભારતનો વિશેષ અહેવાલ