- મુંબઈમાં આગ લાગવાની ઘટના
- પરેલ વિસ્તારની 60 માળની બિલ્ડીંગમાં 19માં માળે લાગી આગ
- બિલ્ડિંગમાં કામદારો હાજર હોઈ શકે છે
મહારાષ્ટ્ર: મુંબઈના લાલબાગ વિસ્તારમાં નિર્માણ પામેલી બહુમાળી ઈમારતમાં આગ (Fire in Mumbai) ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ 19 મા માળેથી આગ શરૂ થઈ હતી પરંતુ હવે આગ 17 મા અને 25 મા માળ સુધી ફેલાઈ ગઈ છે. રાહતની વાત એ છે કે નિર્માણાધીન હોવાને કારણે હાલમાં આ ઈમારતમાં કોઈ રહેતું ન હતું. જોકે બિલ્ડિંગમાં કામદારો હાજર હોઈ શકે છે.
આ પણ વાંચો: Vareli Fire Mishap: ફેક્ટરી માલિકો અને મેનેજર સામે સદોષ માનવ વધનો ગુનો નોંધાયો
ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી
આગની માહિતી મળતાં જ ફાયર વિભાગ અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: સુરતમાં માસ્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા 2ના મોત, ફેક્ટરીના માલિક સામે નોંધાયો ગુન્હો