- મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં લાગી આગ
- હોસ્પિટલના ન્યૂ બોર્ન નેટલ વોર્ડમાં 17 નવજાત બાળકો હતા
- 7 બાળકોનું રેસ્કયું કરાયું
મુંબઈ :મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યૂનિટમાં આગ લાગવાના કારણે 10 બાળકોના મોત થયા છે. જોકે આગ લાગ્યા બાદ 17માંથી 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં 10 બાળકો જીવતા બળી ગયા હતા. વોર્ડમાં કુલ 17 બાળકો સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી 7 બાળકોનું રેસ્કયું કરાયું છે.જિલ્લાની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી.હાલમાં આગ લાગવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.આગની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડી હોસ્પિલ પહોંચી આગ પર કાબુ મેળવ્યહતો.
આ પણ વાંચો :