ETV Bharat / bharat

દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દિ એક્સપ્રેસમાં લાગી આગ - બિહાર સંપર્ક ક્રાંતિ સુપર ફાસ્ટ એક્સપ્રેસ

દિલ્હીથી દહેરાદૂન જઇ રહેલી શતાબ્દિ એક્સપ્રેસના ડબ્બામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. આ અંગે હાલ રેલવે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Shatabdi express
Shatabdi express
author img

By

Published : Mar 13, 2021, 3:25 PM IST

  • દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દિ એક્સપ્રેસમાં લાગી આગ
  • કોચને અલગ કરી દેવામાં આવ્યો
  • આગ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નહીં

ઉત્તરાખંડ : દિલ્હીથી દહેરાદૂન જઇ રહેલી શતાબ્દિ એક્સપ્રેસના ડબ્બામાં આગ લાગી હતી. થોડા સમય પહેલા જ્યારે આ ટ્રેન રાયવાલાથી દહેરાદૂન તરફ જઇ રહી હતી. જે દરમિયાન કાંસરો સ્ટેશનમાં આ દુર્ઘટના સર્જાઇ હતી. ઉલ્લેખનીય છે કે, કાંસરો સ્ટેશન વાઘ માટે સંરક્ષિત વિસ્તારમાં આવે છે. પ્રથમિક માહિતી અનુસાર આ કોચને અલગ કરી દેવામાં આવ્યો છે. સદ્દનસીબે આ આગ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

દિલ્હીથી દહેરાદૂન જતી શતાબ્દિ એક્સપ્રેસમાં લાગી આગ

આ પણ વાંચો - બિહાર સંપર્ક ક્રાંતિ સુપર ફાસ્ટ એક્સપ્રેસમાં ભીષણ આગ, આગ પર કાબૂ મેળવાયો

કાંસરો રેન્જના રેન્જર તેમના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા

આ દુર્ઘટના બાદ રાજાજી અને રેલવે તંત્રમાં દોડઘામ મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતા કાંસરો રેન્જના રેન્જર અને તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાન તેમને આગ લાગેલા ડબ્બાને ટ્રેનથી અલગ કર્યો હતો. આ દુર્ઘટના કઇ રીતે બની તે અંગે રેલવે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનાને કારણે ટ્રેન મોડી પડી હતી.

ટ્રેનના તમામ યાત્રિકો સુરક્ષિત

દિલ્હીથી સવારે 6 કલાકે ઉપડનારી શતાબ્દિ એક્સપ્રેસમાં બપોરે 12 કલાકની આસપાસ હરિદ્વાર અને રાયવાલા વચ્ચે આવેલા કાંસરો જંગલમાં આ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. ટેક્નિકલ સ્ટાફે આગ લાગેલા ડબ્બને ટ્રેનથી અલગ કર્યો હતો. આ દરમિયાન ડબ્બો બળીને ખાખ થઇ ગયો હતો. સદ્દનસીબે આ ટ્રેનના તમામ યાત્રિકો સુરક્ષિત છે. હાલ આ દુર્ઘટનાની તપાસ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ તપાસ બાદ આ આગ લાગવાનું સાચું કારણ સામે આવશે.

આ પણ વાંચો - મુંબઈ લોકલ ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.