નવી દિલ્હી: ઉનાળાની શરૂઆત સાથે જ રાજધાનીમાં આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારની (Gokulpuri area of Delhi) ઝૂંપડપટ્ટીમાં શનિવારની મધ્ય રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી (A fire broke out in a slum at midnight on Saturday). ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેના આધારે ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોતના સમાચાર સામે આવ્યા (The fire killed seven people) છે. હાલમાં ફાયર વિભાગે સાત મૃતદેહ બહાર કાઢ્યા છે.
આ પણ વાંચો: ઈન્ડોનેશિયામાં મેરાપી પર્વતમાં જ્વાળામુખી ફાટ્યો, 250 જેટલા લોકોને કરોયા સ્થળાંતરિત
60 જેટલી ઝૂંપડીઓ બળીને રાખ થઈ
યમુનાપરના ગોકુલપુરીની ઝૂંપડપટ્ટીમાં રાત્રીના એક વાગ્યાના સુમારે આગ લાગી હોવાની માહિતી ફાયર કંટ્રોલ રૂમને મળી હતી. અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી એક ડઝનથી વધુ અગ્નિશામક દળને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. 65 થી વધુ ફાયર કર્મીઓની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં 60 જેટલી ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. આગ ઓલવીને શોધખોળ કરવામાં આવી ત્યારે અંદરથી સાત બળેલા મૃતદેહો મળી આવ્યા હતા. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. દિલ્હી પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:Blast In Peshawar Mosque: પાકિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 57ના મોત
દિલ્હીમાં ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓ મોટી સમસ્યા
રાજધાની દિલ્હીમાં ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓ મોટી સમસ્યા બની ગઈ છે. દર વર્ષે ઉનાળાની ઋતુમાં ફાયર કંટ્રોલ રૂમમાં આગની માહિતીમાં વધારો થઈ રહ્યો છે. આ માટે વિભાગ વધારાની તૈયારીઓ પણ કરે છે, પરંતુ દર વર્ષે આગને કારણે કરોડોનું નુકસાન થાય છે અને અનેક લોકોના જીવ જાય છે.