કાલબુર્ગીઃ કર્ણાટકના કાલબુર્ગી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક સ્લીપર બસ એક લારી સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. આ દરમિયાન બસમાં આગ (Bus Fire In Karnataka) લાગવાથી 7 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના સવારે લગભગ 6.30 વાગ્યે બીદર-શ્રીરંગપટ્ટન હાઇવે પર કલાબુર્ગી જિલ્લાના કમલાપુર ગામ પાસે બની હતી. તમામ મૃતકો સિકંદરાબાદના રહેવાસી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Expressed Grief) અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: 'ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે' તેલંગાણાના ડોક્ટરે આ વાતને ખોટી સાબિત કરી બતાવી
બસમાં આગ લાગતા 7 લોકોના મોત : વહેલી સવારે કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાના કમલાપુરા શહેર નજીક ગોવાથી હૈદરાબાદ જઈ રહેલી સ્લીપર બસમાં આગ લાગતા 7 લોકોના મોત થયા હતા. તમામ મૃતકો હૈદરાબાદના રહેવાસી હતા. લગભગ 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને કલબુર્ગીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાલબુર્ગી જિલ્લાના પોલીસ અધિક્ષક ઈશા પંથે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ એવી આશંકા છે કે બસની અંદર 7 થી 8 મુસાફરો ફસાયા હતા, જેના કારણે તેઓ બળીને ખાખ થઈ ગયા હતા. કલબુર્ગી પોલીસે જણાવ્યું હતું કે, તમામ મૃતદેહો મળી આવ્યા છે.
બસમાં 35 મુસાફરો સવાર હતા : બસ ગોવાથી હૈદરાબાદ જઈ રહી હતી. પોલીસએ જણાવ્યું હતું કે, બસ એક લારી સાથે અથડાયા બાદ આગ લાગી હતી. અકસ્માત સમયે બસમાં 35 મુસાફરો સવાર હતા. ખાનગી બસ ગોવાની ઓરેન્જ કંપનીની હતી. ટક્કર બાદ બસમાં આગ લાગી હોવાથી સ્થાનિક લોકો તેની નજીક જઈ શક્યા ન હતા. તેણે પોલીસ, ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સર્વિસને જાણ કરી હતી.
આ પણ વાંચો: અમરાવતી અકોલા હાઈવે પર વર્લ્ડ રેકોર્ડ ઈવેન્ટનો પ્રારંભ, માત્ર ગણતરીના કલાકમાં બનશે 75 કિમીનો રોડ
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની યાદી : એન્જિનિયર અર્જુનકુમાર (37), સરલાદેવી (32), બિવાન (4), દીક્ષિત (9), અનિતા રાજુ (40), શિવકુમાર (35) અને તેમની પત્ની રાવલી (30) મૃત્યુ પામ્યા હતા.