ETV Bharat / bharat

ફિફા વર્લ્ડ કપ 2022ની શરુઆત પહેલા જાણો, તેની કેટલીક રસપ્રદ વાતો

કતારમાં 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનાર (FIFA World Cup 2022) ફિફા વર્લ્ડ કપની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. દરેક જણ FIFA વર્લ્ડ કપ 2022 શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. તો જાણો FIFA (Football Records and Updates) સંબંધિત કેટલીક રસપ્રદ વાતો.

Etv Bharatફિફા વર્લ્ડ કપ 2022ની શરુઆત પહેલા જાણો, તેની કેટલીક રસપ્રદ વાતો

author img

By

Published : Nov 15, 2022, 7:38 PM IST

નવી દિલ્હીઃ કતારમાં FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન (Qatar to host FIFA World Cup 2022) કરવામાં આવી રહ્યું છે. કતારમાં 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ફિફા વર્લ્ડ કપની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. દરેક જણ આ સ્પર્ધા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ફૂટબોલના ઇતિહાસ અને રેકોર્ડ વિશે જાણો.

પેલેના નામે રેકોર્ડ: નવેમ્બર 2007 માં, FIFA એ (Football Records and Updates) જાહેરાત કરી કે, 1930 અને 1974ની વચ્ચે ફૂટબોલ વર્લ્ડ કપ જીતનાર ટીમોના ખેલાડીઓને વિજેતા મેડલ એનાયત કરવામાં આવશે, બ્રાઝિલના દિગ્ગજ પેલે તે સમયે ત્રણ વર્લ્ડ કપ વિજેતા મેડલ જીતનાર એકમાત્ર ખેલાડી બન્યા. 1958, 1962 અને 1970માં ટીમના સભ્ય રહેલા પેલે ઈજાના કારણે 1962ની ફાઈનલમાં ભાગ લઈ શક્યા ન હતા. આ ઉપરાંત 20 અન્ય ખેલાડીઓને 2 વર્લ્ડ કપ વિજેતા મેડલ આપવામાં આવ્યા હતા. જેમાં સાત ખેલાડીઓએ ત્રણેય પ્રકારના વર્લ્ડ કપ મેડલ મેળવ્યા હતા. જેમાં વિજેતા, ઉપવિજેતા અને ત્રીજા સ્થાને રહેલા મેડલનો સમાવેશ થાય છે.

ખેલાડી અને કોચના નામનો રેકોર્ડ: બ્રાઝિલના મારિયો ઝાગાલો, પશ્ચિમ જર્મનીના ફ્રાન્ઝ બેકેનબાઉર અને ફ્રાન્સના ડિડિયર ડેસચેમ્પ્સ એવા ફૂટબોલર છે. (FIFA Football Records ) જેમણે ખેલાડી અને મુખ્ય કોચ તરીકે બંને મેડલ જીત્યા છે. બ્રાઝિલના મારિયો ઝાગાલોએ 1958 અને 1962માં ખેલાડી તરીકે અને 1970માં મુખ્ય કોચ તરીકે જીત મેળવી હતી. પશ્ચિમ જર્મનીના ફ્રાન્ઝ બેકનબાઉરે 1974માં કેપ્ટન તરીકે અને 1990માં મુખ્ય કોચ તરીકે જીત મેળવી હતી, જ્યારે ડેશમ્પ્સે 1998માં કેપ્ટન તરીકે જીત્યા બાદ 2018માં કોચ તરીકેની સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું.

જર્મની અને બ્રાઝિલ ટીમોની આગેવાની કરે છે: ફિફા વર્લ્ડ કપ રમી રહેલી ટીમોમાં (Germany and Brazil football team record) જર્મની અને બ્રાઝિલે સૌથી વધુ 109-109 વર્લ્ડ કપ મેચ રમી છે. સૌથી વધુ 8 ફાઈનલ, 13 સેમી ફાઈનલ અને 16 ક્વાર્ટર ફાઈનલ રમનારી જર્મની એકમાત્ર ટીમ છે. તે જ સમયે, બ્રાઝિલ વિશ્વ કપમાં સૌથી વધુ 109 મેચ રમનારી ટીમ છે. સૌથી વધુ 21 વર્લ્ડ કપમાં રમીને બ્રાઝિલના નામે સૌથી વધુ 229 ગોલ કરવાનો રેકોર્ડ છે, સાથે જ સૌથી વધુ 73 જીતનો પણ રેકોર્ડ છે. વર્લ્ડ કપમાં બ્રાઝિલ અને જર્મનીની ટીમો બે વખત એકબીજા સામે રમી ચૂકી છે. બંને 2002ની ફાઇનલમાં ટકરાયા હતા. આ પછી બીજી વખત 2014ની સેમીફાઈનલમાં બંને એકબીજા સામે રમ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.