ETV Bharat / bharat

GST Collection In February : જાણો ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શનથી સરકારને કેટલી આવક થઈ

નાણા મંત્રાલયે કહ્યું છે કે, ફેબ્રુઆરીમાં GST કલેક્શન 12 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થયું છે. જોકે જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં જીએસટીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી, તમિલનાડુ અને તેલંગાણા એ 6 રાજ્યોમાં સામેલ છે જેમણે AG પ્રમાણપત્રો સબમિટ કર્યા છે.

GST Collection In February
GST Collection In February
author img

By

Published : Mar 1, 2023, 5:32 PM IST

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન ફેબ્રુઆરીમાં વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રૂ. 1.49 લાખ કરોડ થયું છે. બુધવારે ફેબ્રુઆરી 2023 માટે જીએસટી કલેક્શનના આંકડા જારી કરતા, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિનામાં સેસ તરીકે રૂ. 11,931 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જે જીએસટીના અમલીકરણ પછીનું ઉચ્ચતમ સ્તર છે. જોકે, જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં જીએસટીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2023માં 1.57 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન થયું હતું, જે અત્યાર સુધીનું બીજું સૌથી ઊંચું સ્તર છે. એપ્રિલ, 2022માં એકત્ર થયેલ રૂપિયા. 1.68 લાખ કરોડ GSTનું સર્વોચ્ચ સ્તર છે.

આ પણ વાંચો: Health insurance : તબીબી ખર્ચ માટે હેલ્થ ઈન્સ્યોરન્સને કેવી રીતે પસંદ કરશો, જાણો

નાણા મંત્રાલયનું નિવેદનમાં: 'ફેબ્રુઆરી 2023માં કુલ GST કલેક્શન 1,49,577 કરોડ રૂપિયા રહ્યું છે. આમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) રૂપિયા 27,662 કરોડ છે જ્યારે રાજ્ય જીએસટી (એસજીએસટી) કલેક્શન રૂપિયા. 34,915 કરોડ છે. તે જ સમયે, ઇન્ટિગ્રેટેડ GST (IGST)ના હેડ હેઠળ 75,069 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. આ સિવાય 11,931 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ છે.

આ પણ વાંચો: Stock Market India: માર્કેટમાં તેજી, સેન્સેક્સ 449 પોઈન્ટ ઉછળ્યો છતાં 60,000ની નીચે

GST કલેક્શનમાં 12 ટકાનો વધારો: એક વર્ષ અગાઉ સમાન મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1.33 લાખ કરોડ હતું. આ રીતે, ફેબ્રુઆરી 2023 માં, વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થયો છે. મંત્રાલયે કહ્યું કે ફેબ્રુઆરી મહિનામાં માત્ર 28 દિવસ હોવાને કારણે GST કલેક્શન સામાન્ય રીતે અન્ય મહિનાઓની સરખામણીમાં ઓછું છે. અગાઉ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જૂન 2022 માટે GST વળતર ઉપકર તરીકે 16,982 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. GST કાઉન્સિલની 49મી બેઠક બાદ નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, એકાઉન્ટન્ટ જનરલ (AG) પ્રમાણપત્રો સબમિટ કરનારા છ રાજ્યોને પણ 16,524 કરોડ રૂપિયા આપવામાં આવશે. દિલ્હી, તમિલનાડુ અને તેલંગાણા એ 6 રાજ્યોમાં સામેલ છે જેમણે AG પ્રમાણપત્રો સબમિટ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.