- દિલ્હીમાં ખેડૂત આંદોલનના 79 દિવસ પૂર્ણ
- કાયદામાં સંશોધન કરવામાં આવશેઃ કેન્દ્ર સરકાર
- આંદોલનમાં સામેલ આપત્તિજનક તત્ત્વો આંદોલનજીવીઃ PM
નવી દિલ્હીઃ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ખેડૂત નેતાઓ સાથે બેઠક કરવાના કાર્યક્રમમાં ખુલાસો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર અત્યાર સુધી ખેડૂતો સાથે કોઈ સમજૂતી નહીં કરે ત્યાં સુધી કરી ત્યાં સુધી ખેડૂતો દિલ્હીની સીમા પર પ્રદર્શન કરશે અને ઘરે પરત નહીં ફરે. ટિકૈતની આ ટિપ્પણી તેમના પહેલાના નિવેદનોથી તદ્દન અલગ છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કાયદા પાછા નહીં લેવાય ત્યાં સુધી ઘરવાપસી નહીં કરીએ. સરકારે ખેડૂત સંગઠનો સાથે સતત વાતચીત કરવી પડશે.
કાયદા પરત લેવાને બદલે ખેડૂતો બીજા વિકલ્પ પર વાત કરેઃ સરકાર
સરકાર ખેડૂત સંગઠનોને કહી રહી છે કે, તેઓ કાયદાને પરત લેવાને બદલે બીજા વિકલ્પ પર ચર્ચા કરે. જ્યારે ટીકરી સીમા દલાલ ખાપ 84 તરફથી આયોજિત મહાપંચાયતને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કેન્દ્ર સરકાર કમિટી કોઈ સમજૂતી ન કરે.
ફરાર પ્રદર્શનકારી ખેડૂતોના પોસ્ટર લગાવવા ગયેલા પોલીસકર્મી પર જીવલેણ હુમલો
દિલ્હીના ટીકરી બોર્ડર પર શુક્રવારે કેટલાક લોકોએ પોલીસકર્મીને ઢોર માર માર્યો હતો. આ પોલીસકર્મી અહીં ફરાર ખેડૂતોના પોસ્ટર લગાવવા આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિતેન્દ્ર રાણા નામનો પોલીસકર્મી નાંગલોઈ પોલીસ સ્ટેશનમાં તહેનાત છે. રાણાને માથા અને શરીરના અન્ય ભાગમાં ખૂબ જ ગંભીર ઈજા પહોંચી છે. આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા દરમિયાન કેટલાક પ્રદર્શનકારી ખેડૂતો ફરાર છે, જેના પોસ્ટર લગાવવા માટે રાણા ટીકરી બોર્ડર ગયા હતા. જોકે, હાલમાં તો રાણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે જ આ ઘટનાના સંબંધમાં તપાસ ચાલી રહી છે.