ETV Bharat / bharat

આંદોલનનો 21 મો દિવસઃ ખેડૂતોનું કડક વલણ, કહ્યું- સરકાર પાસે કૃષિ કાયદો પરત લેવડાવીશું

કેન્દ્રના કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 21 મો દિવસ છે. ખેડૂતો આજે પણ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પોતાનું વલણ કડક કરતા ખેડૂતોના નેતાઓએ કહ્યું કે, તે સરકાર પાસે આ કાયદાને પરત કરીને જ રહેશે.

farmers-protest-against-three-farm-laws-live-updates
ખેડૂતોના આંદોલનનો 21 મો દિવસ
author img

By

Published : Dec 16, 2020, 9:06 AM IST

  • ખેડૂતોના આંદોલનનો 21 મો દિવસ
  • કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોનું કડક વલણ
  • સરકાર પાસે કૃષિ કાયદો પરત લેવડાવીશુંઃ ખેડૂત નેતા

નવી દિલ્હીઃ કેન્દ્રના કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 21 મો દિવસ છે. ખેડૂતો આજે પણ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ પોતાનું વલણ કડક કરતા ખેડૂતોના નેતાઓએ કહ્યું કે, તે સરકાર પાસે આ કાયદાને પરત કરીને જ રહેશે અને કહ્યું કે, તેમની લડાઇ તે સ્તરે પહોંચી છે, જ્યાં તે તેને જીતાડવા માટે પ્રતિબદ્ધ છે. મળતી માહિતી મુજબ કિસાન આજે દિલ્હી અને નોયડા વચ્ચે ચિલ્લા બોર્ડરને પુરી રીતે ચક્કાજામ કરશે.

સિંધુ બોર્ડર પર સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરતા ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું કે, સરકાર કહી રહી છે કે, તે આ કાયદાને પરત નહીં લે, અમે કહી રહ્યા છીએ કે, અમે પરત લેવડાવીને જ રહીશું.

ખેડૂતોના આંદોલનનો 21 મો દિવસ

તેમણે કહ્યું કે, લડાઇ તે ચરણમાં પહોંચી છે, જ્યાં અમે આ મામલે જીતવા માટે પ્રતિબદ્ધ છીએ.

તેમણે કહ્યું કે, અમે વાતચીતથી ભીગી રહ્યા નથી, પરંતુ સરકારને અમારી માગો પર ધ્યાન આપવું પડશે અને પ્રસ્તાવની સાથે આવવું પડશે.

અનેક ઘણા ખેડૂત નેતાઓએ પણ સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કર્યું અને લોકોને આહ્વાન કર્યું કે, 20 ડિસેમ્બરે તે એ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપ, જેમણે પ્રદર્શન દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે.

ખેડૂત નેતા ઋષિપાલે જણાવ્યું હતું કે, નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દેખાવો શરૂ થયા પછી દરરોજ સરેરાશ એક ખેડૂતનું મોત થાય છે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો ખાપ 17 ડિસેમ્બરે ખેડૂત આંદોલનમાં જોડાશે

તે જ સમયે, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ઘણા ખાપ લોકોએ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે અને તેઓ 17 ડિસેમ્બરના રોજ દિલ્હીની સરહદો પરના વિરોધમાં જોડાશે.

વધુમાં જણાવીએ તો, કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો છેલ્લા 20 દિવસથી દિલ્હીથી તમામ સરહદો પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.