- ખેડૂતોના આંદોલનનો આજે 10મો દિવસ
- આજે સરકાર અને ખેડૂતો વચ્ચે પમી વખત વાતચીત
- ખેડૂતોએ 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન
નવી દિલ્હી :કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 10મો દિવસ છે. આજે ફરી એક વખત સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક મળશે. જાણકારી મુજબ બપોરે 2 કલાકે વિજ્ઞાન ભવનમાં આ બેઠક મળશે.
કેન્દ્ર સરકારની સાથે આજે થનારી પાંચમી વખત વાતચીત પહેલા ખેડૂતોએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન જાહેર કર્યું છે.આજે મળનારી બેઠકમાં સરકારી પક્ષનું નેતૃત્વ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર કરશે અને તેની સાથે ખાદ્ય પ્રધાન પિષુષ ગોયલ અને વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યપ્રધાન સોમપ્રકાશ સામેલ ઉપસ્થિત રહેશે.
ખેડૂતોએ ચેતવણી આપી છે કે, સરકાર જો તેમની માંગ નહિ માને તો રાજધાની દિલ્હી તરફથી આવનાર તમામ માર્ગો બંધ કરશે.ખેડૂત નેતાઓ તેમની માંગ પર અડગ છે કે આ નવા કૃષિ કાયદાને રદ કરવા માટે કેન્દ્રીય સંસદે વિશેષ સત્ર બોલાવવું જોઈએ. તેઓ કહે છે કે, નવા કાયદામાં સુધારો કરવા માંગતા નથી, પરંતુ તેઓ ઇચ્છે છે કે આ કાયદાઓ રદ્દ કરવામાં આવે.કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આજ બપોરે 2 કલાકે બેઠક નક્કી થઈ છે. તોમરને આશા છે કે, ખેડૂતો તેમના વિચારોને સકારાત્મક રાખી આંદોલન પૂર્ણ કરશે.