ETV Bharat / bharat

MSPના મુદ્દે ખેડૂત સંગઠન અડીખમ, લખનઉમાં આજે મહાપંચાયત યોજાશે - ખેડૂત આંદોલન સમાચાર

ખેડૂત આંદોલનનું (FARMERS ORGANIZATION) નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા (SKM) સંગઠને જણાવ્યું હતું કે, તેઓ કૃષિ કાયદા (Farm Law Withdrawal) વિરોધી વિરોધના એક વર્ષ પૂર્ણ થવા પર 29 નવેમ્બરે સંસદ સુધી કૂચ (MAHAPANCHAYAT IN LUCKNOW) સહિત તેમનો નિર્ધારિત વિરોધ ચાલુ રાખશે.

MSPના મુદ્દે ખેડૂત સંગઠન અડીખમ
MSPના મુદ્દે ખેડૂત સંગઠન અડીખમ
author img

By

Published : Nov 22, 2021, 8:50 AM IST

  • ખેડૂતોના સંગઠનો દ્વારા કરવામાં આવી જાહેરાત
  • આજે લખનઉ ખાતે યોજવામાં આવશે કિસાન પંચાયત
  • સરકારની સંસદમાં બિલ લાવવાની તૈયારી

નવી દિલ્હી, લખનઉ: ખેડૂતોના સંગઠનોએ (FARMERS ORGANIZATION) જાહેરાત કરી હતી કે, તેઓ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની બાંહેધરી આપવા, આ સાથે કાયદા અંગે દબાણ કરવા માટે સોમવારે લખનઉ ખાતે મહાપંચાયતનું (MAHAPANCHAYAT IN LUCKNOW) આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે, કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાઓને (Farm Law Withdrawal) રદ કરવાની ખેડૂતોની માંગને પૂર્ણ કરવા માટે સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે.

કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિચારણા

સરકારી સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, ત્રણ કૃષિ કાયદાઓને (3 agricultural law) રદ કરવા સંબંધિત બિલો બુધવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિચારણા માટે લેવામાં આવે તેવી શક્યતા છે, જેથી તેઓ સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરી શકાય. સંયુક્ત કિસાન મોરચા (SKM)એ ખેડૂત આંદોલન અંગે જણાવ્યું હતું કે, તેઓ કૃષિ કાયદા વિરોધી વિરોધના એક વર્ષ પૂર્ણ થવા પર 29 નવેમ્બરે સંસદ સુધી કૂચ સહિત તેમનો નિર્ધારિત વિરોધ ચાલુ રાખશે.

ખેડૂતોની પ્રથમ બેઠકમાં લેવાયો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કર્યા બાદ આંદોલનકારી ખેડૂતોના સંગઠનોની તેની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લીધો હતો. સિંઘુ બોર્ડર ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું હતું કે, "અમે કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત અંગે ચર્ચા કરી હતી. આ બાદ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. SKM ના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો પહેલાની જેમ જ ચાલુ રહેશે. 22 નવેમ્બરે લખનઉમાં કિસાન પંચાયત, 26 નવેમ્બરે તમામ સરહદો પર બેઠક અને 29 નવેમ્બરે સંસદ તરફ કૂચ થશે.

SKM 27 નવેમ્બરે ફરી બેઠક કરશે

સંગઠને કહ્યું કે, આગળની કાર્યવાહી અંગે વિચારણા કરવા માટે SKM 27 નવેમ્બરે ફરી બેઠક કરશે. તેમાણે કહ્યું કે, તે તેમની માંગણીઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના આંદોલનકારી ખેડૂતો ગયા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સરહદો પર ત્રણ સ્થળોએ બેઠા છે અને ત્રણેય કાયદાઓને પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પાછા નહીં હટશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.