ETV Bharat / bharat

હર્બર્તપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત મહાપંચાયત સંબોધશે

દિલ્હીમાં ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈત પહેલી વખત દહેરાદૂનના હર્બર્તપુરમાં મહાપંચાયતને સંબોધિત કરશે. આ અંગે મળતી માહિતી અનુસાર, શુક્રવારે હર્બર્તપુરના બસ સ્ટેશન ગ્રાઉન્ડમાં મહાપંચાયતમાં શામેલ થઈને ખેડૂતો અને અન્ય સંગઠનોને સંબોધિત કરશે.

હર્બર્તપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત મહાપંચાયત સંબોધશે
હર્બર્તપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત મહાપંચાયત સંબોધશે
author img

By

Published : Mar 26, 2021, 1:19 PM IST

  • હર્બર્તપુરમાં બસ સ્ટેશન ગ્રાઉન્ડમાં મહાપંચાયતનું આયોજન
  • રાકેશ ટિકૈત ખેડૂતો અને અન્ય સંગઠનોને સંબોધિત કરશે
  • ખેડૂત આંદોલન સહિતના સ્થાનિક મુદ્દાઓ અંગે થશે ચર્ચા

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા યવતમાલમાં યોજાનારી ખેડૂતોની મહાપંચાયત રદ

દહેરાદૂનઃ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈત પહેલી વખત દહેરાદૂન જશે. તેઓ અહીં હર્બર્તપુરમાં મહાપંચાયતને સંબોધિત કરશે. ટિકૈત હર્બર્તપુરના બસ સ્ટેશન પાસે આવેલા ગ્રાઉન્ડમાં મહાપંચાયત કરશે, જેમાં ખેડૂતો સાથે અન્ય સંગઠનોને સંબોધશે. સંયુક્ત ખેડૂત મોરચા તરફથી બોલાવવામાં આવેલી આ મહાપંચાયત માટેની તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. અહીં મુખ્ય પ્રવક્તા તરીકે રાકેશ ટિકૈત હાજર રહેશે.

મહાપંચાયતમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ

દહેરાદૂનના હર્બર્તપુરમાં થનારી મહાપંચાયતમાં રાકેશ ટિકૈત ખેડૂત આંદોલન સહિત અહીંના સ્થાનિક મુદ્દાઓ અંગે કેવી રીતે આહ્વાન કરશે તે જોવાની વાત હશે. આ મહાપંચાયતમાં કોઈ પ્રકારની અરાજકતા અને કાયદા વ્યવસ્થા ન બગડે તે અંગે પોલીસ તંત્ર દ્વારા પર્યાપ્ત સંખ્યામાં પોલીસ બળ લગાવીને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ જીંદ કિસાન મહાપંચાયતનો સ્ટેજ તુુટ્યો, રાકેશ ટિકૈત પડ્યા

દૌલતસિંહની આગેવાનીમાં પૂર અસરગ્રસ્તોને વ્યાજ સહિતની ચૂકવણી અંગે ધરણા કરાશે

આ અંગે મળતી માહિતી અનુસાર, આ મહાપંચાયતના પ્રચાર પ્રસાર પછવાદૂનના સ્થાનિક નેતા દૌલતસિંહ કુંવરે કર્યો છે. ઘણા દિવસોથી દૌલતસિંહની આગેવાનીમાં પૂર અસરગ્રસ્તોને વ્યાજ સહિતની ધનરાશિની ચૂકવણી અને મટોગીમાં ચરાગાહની ભૂમિને અતિક્રમણ મુક્ત કરવાને લઈને પછવાદૂન વિસ્તારમાં ધરણા પ્રદર્શન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.