- બદ્રિસિંહ વાર્તાકાર, લેખક અને સંપાદક હતા
- સાહિત્યિક જગતમાં શોકની લાગણી પ્રસરી
- બદ્રિસિંહે અનેક વાર્તા સંગ્રહ પણ લખ્યા હતા
શિમલા (હિમાચલ પ્રદેશ): હિમાચલ પ્રદેશના પ્રખ્યાત લેખક બદ્રિસિંહ ભાટિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમણે 4 દિવસ પહેલા જ પોતાની બીમારી અંગે સોશિયલ મીડિયા પર જાણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, પૂરા પરિવારને સુકી ઉધરસ અને તાવ છે.
આ પણ વાંચોઃ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા અંકલેશ્વરના પંડિત જવાહરલાલ મિશ્રાનું નિધન
બદ્રિસિંહ સેવા નિવૃત્ત પછી પણ તે લેખન અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા
બદ્રિસિંહની તબિયત ખરાબ થતા તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે શનિવારે સવારે તેમના નિધનના સમાચાર આવ્યા છે. એવી પણ શક્યતા છે કે તેઓ કોરોના પોઝિટિવ હતા. હાલમાં તેમને કોરોના હતો કે નહીં તેની પુષ્ટિ નથી થઈ શકી. ભાટિયાના નિધનથી સાહિત્યિક જગતમાં શોકની લાગણી પ્રસરી છે. તેમણે અનેક વાર્તા સંગ્રહ પણ લખ્યા હતા. સેવા નિવૃત્ત પછી પણ તે લેખન અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા.
આ પણ વાંચોઃ અભિનેતા અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી થયું નિધન
'પડાવ' ઉપન્યાસ માટે હિમાચલ એકેડમીનો કથા પુરસ્કાર પણ મળ્યો હતો
બદ્રિસિંહ ભાટિયાને તેમના ઉપન્યાસ 'પડાવ' પર હિમાચલ એકેડમીનો કથા પુરસ્કાર મળ્યો હતો. તે ઉપન્યાસ નેપાળના શ્રમિકો પર કેન્દ્રિત હતો અને ઘણો ચર્ચાસ્પદ રહ્યો હતો. ભાટિયાએ શરૂઆતમાં એક કવિતા સંગ્રહ પણ કાઢ્યો હતો. તેમના ખાતામાં અનેક વાર્તા સંગ્રહ અને ઉપન્યાસ હતા.