- પર્યટન પ્રધાન ઉષા ઠાકુર જણાવ્યું મોહન ભાગવતનું નિવેદન સંપૂર્ણપણે સાચું છે.
- ત્રણ-ચાર પેઢી પહેલા મોટાભાગના મુસ્લિમો હિન્દુ હતા
- આખી દુનિયા ભગવાકરણ કરી લે તો આનાથી વધુ કંઇ સારું નથી:ઉષા ઠાકુર
મધ્યપ્રદેશ (ભોપાલ): પર્યટન પ્રધાન ઉષા ઠાકુર કહે છે કે, તે સાચું છે કે ત્રણ-ચાર પેઢી પહેલા મોટાભાગના મુસ્લિમો હિન્દુ હતા. આવી સ્થિતિમાં મોહન ભાગવતનું નિવેદન સંપૂર્ણપણે સાચું છે.
વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં પ્રવાસન પ્રધાન કહ્યું..
ઇટીવી ભારત સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં(Exclusive Interview) પ્રવાસન પ્રધાન કહ્યું કે જો આખી દુનિયા ભગવાકરણ કરી લે તો આનાથી વધુ કંઇ સારું નથી.
આ પણ વાંચો: EXCLUSIVE: રાજ્યમાં ગુડ ગવર્નન્સને આગળ ધપાવવામાં આવશે - પંકજ કુમાર
માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વનું ભગવાકરણ થવું જોઈએ
મધ્યપ્રદેશના પ્રવાસન પ્રધાન ઉષા ઠાકુરનું કહેવું છે કે, માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ભગવાકરણ થવું જોઈએ તો જ માનવતા માટે સુખ અને શાંતિ આવશે. ઉષા ઠાકુરે જણાવ્યું કે ભગવાકરણનો અર્થ ત્યાગ અને તપ છે. જો આ બધા ગુણો મનુષ્યમાં આવે જાઇ તો આનાથી શારૂ કંઇજ નથી.
MBBS કોર્સમાં RSS નેતાઓને પાઠ ભણાવવામાં આવશે
ઉષા ઠાકુરે MBBSમાં RSS નેતાઓ દ્વારા પાઠ દાખલ કરવાના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. ઠાકુર (Tourism Minister Usha Thakur) એ કહ્યું કે જ્યારે લોકોને પ્રેરણાદાયી ઇતિહાસ શીખવવામાં આવે છે, ત્યારે ચોક્કસપણે દરેકમાં સેવાની ભાવના જાગે છે. રાજપૂત સમાજના કાર્યક્રમમાં પહોંચેલી ઉષા ઠાકુરે સ્વીકાર્યું કે, આઝાદી પછી પુસ્તકોમાં મુગલોનો વધુ મહિમા રહ્યો હતો. જ્યારે રાજપૂતોની બહાદુરીની વાતો દબાવવામાં આવી હતી.
આ પણ વાંચો: Exclusive Interview: રાહુલ ગાંધીના આક્ષેપોના સ્મૃતિ ઈરાનીએ આપ્યા જવાબ
મુસ્લિમોની ત્રીજી-ચોથી પેઢી હિન્દુઓ
મોહન ભાગવત(Mohan Bhagwat) ના મુસ્લિમો અંગેના નિવેદન પર ઉષા ઠાકુરે(Tourism Minister Usha Thakur) કહ્યું કે ઇતિહાસમાં જુઓ, મુસ્લિમોની ત્રીજી અને ચોથી પેઢી હિન્દુઓ જ હશે. મારી સામે આવા ઘણા ઉદાહરણો છે. આવી સ્થિતિમાં મોહન ભાગવતનું નિવેદન સંપૂર્ણપણે સાચું છે.