- શારીરિક રીતે વિકલાંગ છતાં કળામાં પાવરધા
- ચિત્રકળા શીખવા માટે કર્યો ઓનલાઇન કોર્સ
- અગલ અલગ આર્ટમાં મેળવી સિદ્ધી
શિવમોગ્ગા : શારીરિક વિકલાંગતા ક્યારે પણ વ્યક્તિના મજબતૂ મનોબળને પછાડી શકતું નથી. આ વાતને મીના નામની એક ચિત્રકારે સાબિત કરી બતાવી છે. આ મીના શિવમોગ્ગા જિલ્લાના હોસલાઇમા રહે છે. આ ચિત્રકારને મસ્કુલર ડિસ્ટ્રોફી બિમારીને કારણે તેણે પોતાના પગ ખોઇ બેઠી છે છતાં પણ આ શારીરિક અક્ષમતાએ તેની પ્રતિભાને રોકી શકી નથી. તેણે પોતાના હાથથી સુંદર ચિત્રો દોર્યા છે. પોતાના આ શોખ અંગે મીનાએ ETV BHARATને જણાવ્યું હતું કે 'મને નવું શીખવામાં રસ હતો આથી કલા અને શિલ્પકાર્યોમાં રસ વિકસાવ્યો. SSLCનો અભ્યાસ કરીને મેં શોખ માટે કલા અને શિલ્પ પર કામ શરૂ કર્યું. મિત્રોએ સલાહ માનીને મેં સંપૂર્ણ સમય આ કળાને વ્યવસાયના રૂપમાં સ્વિકારવાનું નક્કી કર્યું. મેં મુંબઇની એક કંપની પાસેથી ઑનલાઇન કોર્સ કર્યો.'
વધુ વાંચો : જાતમહેનતથી આ લોકોએ બદલ્યું પોતાનું નસીબ
માતા-પિતાના છે ગર્વ
મીના પોતાની શારીરિક બિમારીથી ડગી નહીં. તેણે કલા અને શિલ્પકારીને એક શોખ તરીકે અપનાવ્યો. તેના આ શોખ અંગે તેની માતાએ ETV BHARATને જણાવ્યું હતું કે 'અમે તેની પ્રતિભાથી આશ્ચર્ય ચકિત થયા હતાં. તે જાતે જ શીખી છે. બધા લોકો તેના વખાણ કરે છે. કલામાં તેની પ્રતિભા જોઇને અમે ખુશ છીએ. હું તેની મદદ નથી કરતી હા, નાના-મોટા કામ કરી આપું છું. બાકી તેની મહેનતથી જ તે આગળ આવી છે.' મીનાએ આર્ટ અને ક્રાફ્ટમાં સૂફ્સુ આર્ટ વર્ક, ડુકૂ પેજ, મિક્સ્ડ મીડિયા, એમડીએફ, પૈટ, સિરામિક ગ્લાસ પર કામ કર્યું છે. તેઓ સિરામિક ગ્લાસ ટેકનિકનો ઉપયોગ કરીને ઘર સજાવટનું કામ શિખ્યા છે. તેમણે ફર્નિચર પર પણ કલાકારીનું કામ કર્યું છે.
વધુ વાંચો : એવો પરિવાર જેમનો ઘરનો સભ્ય છે એક કાગડો
અન્ય યુવતીઓ માટે બની પ્રેરણાસ્ત્રોત
પોતાની મિત્રની આ કળા અંગે એક મહિલાએ ETV BHARATને જણાવ્યું હતું કે 'તેને કલાનું કામ સમજાવવામાં એક જ દિવસ લાગે છે. તેણે જુદા જુદા પ્રકારના હેન્ડ વર્ક કર્યા છે. તે ઘણા વર્ષોથી કલાકારી કરી રહી છે અને તે અનેક મહિલાઓ માટે પ્રેરણા બની છે.' મીના કી - હૉલ્ડર, ફોટો હૉલ્ડર, વૉલ હોલ્ડર, કી બંચ હૈંગર, વૉચ બોક્સ, બૉટલ વર્ક પણ વગેરે બનાવે છે. પહેલા તે એકલી કામ કરતી હતી હવે તે મિત્રો સાથે પણ કામ કરે છે. તેણે પોતાની શારીરિક અક્ષમતાઓને દૂર કરીને આ કામને પડકાર તરીકે લીધો અને બીજી યુવતીઓ માટે પ્રેરણા બની છે.