ETV Bharat / bharat

આજે રાજ્યમાં ‘કિસાન સન્માન દિવસ’ની ઉજવણી, ઓલિમ્પિક્સમાં આ ખેલાડીઓ મેળવી શકશે મેડલ, વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ... - Overall Education Campaign 2.0

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

ETV BHARAT TOP NEWS BIG NEWS TODAY
ETV BHARAT TOP NEWS BIG NEWS TODAY
author img

By

Published : Aug 5, 2021, 6:30 AM IST

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1. આજે રાજ્ય સરકાર ઉજવશે ‘કિસાન સન્માન દિવસ’

રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણી બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani ) તેમજ કૃષિપ્રધાન આર.સી.ફળદુ દ્વારા 5મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ ( Kisan Sanman Day ) નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે 121 સબ સ્ટેશન તેમજ 561 ફીડર દ્વારા 1400 ગામોના આશરે 1,18,000 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે.

2. તમામ સંપ્રદાયના સાધુ સંતો ગાંધીનગરમાં આજે એક મંચ પર

ગાંધીનગર ખાતે હિન્દૂ ધર્મના તમામ સંપ્રદાયના સંતો એક નેજા હેઠળ સંમેલનમાં જોડાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મોટા સાધુ સંતો ઉપસ્થિત રહેશે. આ પ્રકારની જાહેરાત પંચદેવ મંદિરથી રાષ્ટ્રીય વંદના મંચના પ્રમુખ ડી. જી. વણઝારાએ કરી હતી. ધર્મ સત્તાની એક બોડી બનશે જેમાં રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ ધર્મ નિરપેક્ષતાનુ માળખુ બનશે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં 5 કરોડ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી ધર્મ સત્તાનું એલાન આજે ગાંધીનગર મુકામે થશે.

3. ઓલિમ્પિક્સમાં ભારતને કુસ્તી અને હોકીમાં મેડલ જીતવાની તક

5 ઓગસ્ટના રોજ રવિ દહિયાની નજર ગોલ્ડ મેડલ પર રહેશે, જ્યારે દીપક પૂનિયા અને મેન્સ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે લડશે. ટોક્યો ઓલિમ્પિકમાં 5 ઓગસ્ટના રોજ ભારતીય ટીમના ખેલાડીઓ 4 જુદી જુદી રમતોની 7 ઇવેન્ટમાં જોવા મળશે. જેમાં ભારતને કુસ્તી અને હોકીમાં મેડલ જીતવાની તક મળશે.

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. રુપાણી સરકારે 'નારી ગૌરવ દિવસ' ઉજવ્યો

રૂપાણી સરકારના પાંચ વર્ષની પૂર્ણ થતા ચોથી ઓગસ્ટએ નારી ગૌરવ દિવસે મુખ્યપ્રધાનએ રાજ્યમાં મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ યોજનાઓનો વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Vijay Rupani )એ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યના 14,000 મહિલા ગ્રૃપોની (JLESG) એક લાખ મહિલાઓને 140 કરોડ રૂપિયાની વગર વ્યાજની લોનનું વિતરણ કરવા સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

2. કેન્દ્રીય કેબિનેટમાં સમગ્ર શિક્ષા અભિયાન 2.0 ને મંજૂરી અપાઈ

કેન્દ્રીય કેબિનેટ દ્વારા બુધવારે સમગ્ર શિક્ષા અભિયાન -2( Samagra Shiksha Abhiyan 2.0 ) ને મંજૂરી આપવામાં આવી છે, જેના પર લગભગ 2.94 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને માહિતી આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2026 સુધી સમગ્ર શિક્ષા અભિયાનને લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

3. ઓલિમ્પિક્સમાં ભારતને ગઈકાલે મળ્યો મિશ્ર પ્રતિસાદ

ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે જ્યારે ભારત હોકીમાં નિરાશા જોવા મળી હતી, ત્યાં બીજી તરફ કુસ્તીમાં મોટી સફળતા મળી હતી. આ ઉપરાંત, મહિલા હોકી ટીમને સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આર્જેન્ટિનાએ તેને 2-1થી હરાવી હતી. હોકીમાં ટીમ ઇન્ડિયા હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ સાથે જ રેસલર રવિ કુમાર દહિયાએ ભારતના ખાતામાં વધુ એક મેડલ સુનિશ્ચિત કર્યો છે. તેમણે ફાઇનલમાં જગ્યા બનાવી છે. જોકે, દીપક પૂનિયા સેમિફાઇનલ મેચ હારી ગયો છે.

4. રાજકોટની ધરમેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડિંગને હેરિટેજ જાહેર કરાઈ

રાજકોટની યાજ્ઞિક રોડ ઉપર આવેલી વર્ષો જૂની ઐતિહાસિક કોલેજ એવી ધરમેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડિંગને સરકાર દ્વારા હેરિટેજ જાહેર કરવામાં આવી છે. આ બિલ્ડિંગનું આઝાદી પહેલા વર્ષ 1937માં નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબબા હાઇસ્કૂલના રાજાશાહી સમયકાળના બિલ્ડીંગોને હેરીટેજ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

Explainers :

શા માટે પક્ષીઓ ડાયનાસોર કરતા વધુ ટક્યા

અમેરિકી સંશોધકોએ એક નવું પક્ષી અશ્મિ શોધી કાઢ્યું છે જે દર્શાવે છે કે મગજનો અનોખો આકાર એ કારણે હોઈ શકે છે કે જીવંત પક્ષીઓના પૂર્વજો સામૂહિકપણે લુપ્ત થવાથી બચી ગયાં છે. જે અશ્મિની વૈજ્ઞાનિકો પ્રાચીન પક્ષીની સરખામણી આજના પક્ષીઓ સાથે કરી છે. તે અશ્મિએ ઇચથ્યોર્નિસ નામના પક્ષીનો નવો પ્રજાતિ છે. જે અન્ય નોન-એવિયન ડાયનાસોરની જેમ જ લુપ્ત થઈ ગયો હતો અને ક્રેટાસીયસ સમયગાળા દરમિયાન જે હવે કેન્સાસમાં વસતાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.