ETV Bharat / bharat

આખું પંજાબ ભગતસિંહ, બાબાસાહેબના સપનાને સાકાર કરવા શપથ લેશે : ભગવંત માન

ભગવંત માને (Bhagwant Mann Will swear) રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેમનું કહેવું છે કે પંજાબના ત્રણ કરોડ લોકો તેમની સાથે શપથ લેશે.

આખું પંજાબ ભગતસિંહ, બાબાસાહેબના સપના સાકાર કરવા શપથ લેશે : ભગવંત માન

author img

By

Published : Mar 16, 2022, 11:59 AM IST

નવી દિલ્હી: પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરતા પહેલા આમ આદમી પાર્ટીના (AAP) નેતા ભગવંત માને (Bhagwant Mann Will swear) બુધવારે કહ્યું કે, આખું પંજાબ ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરના સપનાને સાકાર કરવા શપથ લેશે. પંજાબના શહીદ ભગત સિંહ નગર જિલ્લાના ખટકર કલાન ગામમાં માનના શપથ ગ્રહણ સમારોહ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સ્વતંત્રતા સેનાની ભગત સિંહનું પૈતૃક ગામ છે.

આ પણ વાંચો: Bhagwant Mann meets Kejriwal: પંજાબીઓએ રાખ્યુ આપનું માન, 16 માર્ચે શપથ લેશે ભગવંત માન

ભગત સિંહ અને પંજાબ ખટકર કલાન ગામમાં શપથ લેશે : ભગવંત માને (Bhagwant Mann Will swear) પંજાબીમાં ટ્વીટ કર્યું કે, “સૂર્યનું સોનેરી કિરણ આજે એક નવી સવાર લઈને આવ્યું છે. ભગત સિંહ અને બાબાસાહેબના સપનાને સાકાર કરવા માટે આજે આખું પંજાબ ખટકર કલાન ગામમાં શપથ લેશે. રાજ્યના ઘણા સ્થળોએથી આમ આદમી પાર્ટીના સમર્થકો બુધવારે સવારે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ખટકર કલાન પહોંચવા લાગ્યા છે. પુરુષોએ પીળી પાઘડી પહેરી હતી અને સ્ત્રીઓ પીળા દુપટ્ટા પહેરેલી જોવા મળી હતી.

ભગવંત માને 48 રાજ્યના લોકોને આમંત્રણ આપ્યું : ભગવંત માને (Bhagwant Mann Will swear) (48) રાજ્યના લોકોને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેમનું કહેવું છે કે, પંજાબના ત્રણ કરોડ લોકો તેમની સાથે શપથ લેશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. સમારંભ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને ઇન્સ્પેક્ટર જનરલ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓને આ કાર્યક્રમ માટે તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સમારોહ માટે લગભગ આઠથી 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Punjab Assembly Election 2022 : ભગવંત માન પંજાબમાં CMનો ચહેરો નહીં બને, કેજરીવાલે કહ્યું- "જનતા નક્કી કરશે"

આજનો દિવસ પંજાબ માટે એક નવી શરૂઆત : આનંદપુર સાહિબના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હરજોત બેન્સે કહ્યું કે, "આજનો દિવસ પંજાબ માટે એક નવી શરૂઆત હશે. આપણે સાથે મળીને શહીદ-એ-આઝમ ભગતસિંહના સપનાને સાકાર કરીશું, આ જ આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. પંજાબ વિધાનસભાની 117 બેઠકોમાંથી AAPને 92 બેઠકો મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.