ETV Bharat / bharat

લો બોલો! હવે શ્વાનનું પણ એન્કાઉન્ટર, આતંક વધી જતાં કરાયા ઠાર - શ્વાનનું એન્કાઉન્ટર

બિહારના બેગુસરાઈમાં માનવભક્ષી શ્વાને આતંક (Begusarai Dog encounter news) મચાવ્યો હતો. જેના હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે મુદ્દે સ્થાનિકોએ રજૂઆત કરતાં આખરે રાષ્ટ્રીય શૂટરોએ 16 શ્વાનને (encounter of 16 dogs In bihar) મારી નખાયા હતા. જેથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. (bihar Begusarai News)

શ્વાનના હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ

author img

By

Published : Jan 4, 2023, 4:59 PM IST

બેગુસરાઈ(બિહાર): બિહારના બેગુસરાઈમાં કોઈ ગુનેગાર નહીં, પરંતુ 16 માનવભક્ષી શ્વાનના એન્કાઉન્ટરની ઘટના (Begusarai Dog encounter news) સામે આવી છે. પટનાના 3 શૂટરોએ મળીને 16 શ્વાનને મારી નાખ્યા (encounter of 16 dogs In bihar) હતા. આ સાથે શહેરમાંથી આ શ્વાનનો આતંક લગભગ ખતમ થઈ ગયો છે. જેના કારણે સામાન્ય શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ એ જ શ્વાન હતા, જેમના હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે શ્વાનના આતંક બાદ સ્થાનિક જનપ્રતિનિધિઓએ SDMને પત્ર લખીને રખડતા શ્વાનને પણ મારી નાખવા અપીલ કરી હતી. (bihar Begusarai News)

શ્વાનના હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ
શ્વાનના હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ

રાષ્ટ્રીય શૂટરોએ કર્યું એન્કાઉન્ટરઃ સામે આવેલી માહિતી અનુસાર મંગળવારે જિલ્લા વહીવટીતંત્રની આદેશ પર બછવાડા બ્લોકમાં માનવભક્ષી શ્વાનને શૂટઆઉટ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. શૂટઆઉટના બીજા દિવસે રાષ્ટ્રીય શૂટર્સની ટીમ દ્વારા 16 શ્વાનને મારી નખાયા હતા. છેલ્લા કેટલાય મહિનાઓથી આ વિસ્તારમાં માનવભક્ષી શ્વાનનો તાંડવ સતત ચાલુ હતો. આ માનવભક્ષી શ્વાનના હુમલામાં અત્યાર સુધીમાં 8થી 9 મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 35થી 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

શ્વાનને મારવા માટે SDMને અપીલ: સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓએ SDMને આ અંગે રજૂઆત કરી હતી. જેમાં માનવભક્ષી શ્વાનને નદીઓમાંથી મુક્ત કરાવવાની અપીલ કરવામાં આવી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અભિયાનમાં સેંકડો ગ્રામજનો હાજર રહ્યા હતા, જેઓ ટીમને મદદ કરી રહ્યા હતા.

શ્વાનને મારવા માટે SDMને અપીલ
શ્વાનને મારવા માટે SDMને અપીલ

આ પણ વાંચો: શ્વાનના હુમલાની પોલિસી લાગુ થયા બાદ પ્રથમ વખત દંડ ફટકારવામાં આવ્યો

8થી 9 મહિલાઓએ જીવ ગુમાવ્યો: આ અંગે ખેડૂત રણધીર કુમાર ઈશ્વરે જણાવ્યું કે માનવભક્ષી શ્વાનના આતંકથી વિસ્તારના લોકો ડરી ગયા હતા. ગભરાઈને વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતર તરફ જવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે પશુઓ માટે ઘાસચારો અને ખેતરોની ઉપજને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. 8થી 9 મહિલાઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 35થી 40 લોકો ઈજાગ્રસ્ત થતાં શ્વાનને મારવા જરૂરી બની ગયા હતા.

આ પણ વાંચો: શ્વાન સાથેની ક્રૂરતાનો વીડિયો વાયરલ, પોલીસે નોંધ્યો કેસ

વન વિભાગના નિર્દેશમાં શૂટઆઉટઃ તેઘરાના એસડીઓ રાકેશ કુમારની અપીલ, વન અને પર્યાવરણ વિભાગની સૂચના પર, શક્તિ સિંહ, રેહાન ખાન અને રાજારામ રાય નામના શૂટરોએ શ્વાનને ગોળી મારી હતી. કાદરાબાદ, અરબા, ભીખમચક અને રાણી પંચાયતમાં શૂટઆઉટ કરવામાં આવ્યું હતું. અગાઉ ટીમ દ્વારા 12 રખડતા શ્વાનને મારી નાખવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.