જમ્મુ: ભારત દેશનો સૌથી સેન્સેટીવ વિસ્તાર એટલે કાશ્મીર. જમ્મુમાં અવાર-નવાર આતંકવાદી ઘૂસી જતા હોય છે. જેના કારણે ભારતીય જવાનો હંમેશા લોકોની સેવામાં હાજર રહે છે. પછી ઠંડી હોય કે ગરમી કે પછી વરસાદ. ફરી એક વખત જમ્મુ-કાશ્મીર રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. આ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં બેથી વધુ આતંકીઓ ફસાયેલા છે. હાલ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. જમ્મુના ADGP મુકેશ સિંહે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા હાઈ એલર્ટ પર છે. મળતી માહિતી અનૂસાર J&Kના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનામાં 2 જવાન શહીદ થયા છે અને અનેક ઘાયલ પણ થયા હોવાની વિગતો સુત્રો આધારે મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આ ત્રીજી ઘટના છે.
-
During the joint operation, in the Kandi Forest in the Rajouri, the terrorists triggered an explosive device in retaliation. The Army team has suffered two fatal casualties with injuries to four more soldiers including an officer. Additional teams from the vicinity have been…
— ANI (@ANI) May 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">During the joint operation, in the Kandi Forest in the Rajouri, the terrorists triggered an explosive device in retaliation. The Army team has suffered two fatal casualties with injuries to four more soldiers including an officer. Additional teams from the vicinity have been…
— ANI (@ANI) May 5, 2023During the joint operation, in the Kandi Forest in the Rajouri, the terrorists triggered an explosive device in retaliation. The Army team has suffered two fatal casualties with injuries to four more soldiers including an officer. Additional teams from the vicinity have been…
— ANI (@ANI) May 5, 2023
9 વાગ્યે એન્કાઉન્ટર શરૂ: રાજૌરીના કાંડી વિસ્તારમાં સવારે લગભગ 9 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુરક્ષા દળોને કાંડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. આ પછી, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું . આ દરમિયાન જ્યારે સુરક્ષાદળો આતંકીઓ તરફ આગળ વધ્યા ત્યારે જ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ પણ બચાવમાં ગોળીબાર કર્યો હતો. આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. હજુ સુધી કોઈ આતંકીના મોતના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઘૂસણખોરીના પ્રયાસ: સ્થાનિક પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયા છે. જોકે, સુરક્ષા દળો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કરના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તે જ સમયે, બુધવારે નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશમાં અસ્થિરતા સર્જવા માટે સરહદ પારથી સતત પ્રયાસો કરવામાં આવે છે. ડ્રોન દ્વારા ડ્રગ્સ અને હથિયારો મોકલવાના પ્રયાસો કરવામાં આવે છે પરંતુ તેઓ તેમાં નિષ્ફળ જાય છે.