- આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- સુરક્ષાદળોએ વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું
- આતંકવાદીઓ સાથે સૈનિકોની એન્કાઉન્ટર હજુ ચાલુ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (Jammu-kashmir) માં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી એકવાર અથડામણ ચાલી રહી છે. ગુરુવાર રાત્રે જમ્મુ-કાશ્મીરના કુલગામ (Kulgam) જિલ્લાના રેડવાનીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. શુક્રવારે સવારે પણ અથડામણ ચાલુ જ છે.
સુરક્ષાદળોએ વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું
સુરક્ષાદળોને સુત્રો દ્વારા માહિતી મળી હતી કે, દક્ષિણ કાશ્મીર (South kashmir)માં કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં કેટલાયે આતંકીઓ છુપાયેલા છે. આતંકવાદીઓની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું.
આ પણ વાંચો: Sopore Encounterમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મુદાસિર પંડિત સહિત ત્રણ ઠાર
આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધું હતું
આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કરવાનો શરૂ કરી દીધું હતું. તો સામે સુરક્ષાદળે પણ જવાબી કાર્યવાહી કરી હતી અને જ્યારબાદ આ અભિયાન અથડામણમાં બદલાઈ ગયું હતું. આતંકવાદીઓ સાથે સૈનિકોની એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
આતંકવાદીઓ સાથે સૈનિકોની એન્કાઉન્ટર હજુ ચાલુ
પોલીસના જણાવ્યા અનુસાર, 2થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. પોલીસે સુરક્ષાદળો સાથે મળીને કમાન સંભાળેલી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ બનાવ અંગેની વિસ્તૃત માહિતી હજુ સુધી આપવામાં આવી નથી.
આ પણ વાંચો: શોપિયામાં 3 આતંકી ઠાર, અનંતનાગમાં અથડામણ ચાલુ
આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
ઉલ્લેખનીય છે કે, કુલગામ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં આ બીજુ અને દક્ષિણ કાશ્મીરમાં ત્રીજું અથડામણ છે. દક્ષિણ કાશ્મીરમાં ગુરૂવારના રોજ થયેલા અથડામણમાં 4 આતંકીઓ માર્યા ગયા હતા.