- છૂટક અને જથ્થાબંધ વેપારી અંગે વડાપ્રધાન મોદી (PM Modi)નું નિવેદન
- આ વેપારને MSME હેઠળ લાવવા વડાપ્રધાને (PM Modi)કર્યો નિર્ણય
- વેપારીઓને સશક્ત બનાવવા અમારી સરકાર કટિબદ્ધઃ મોદી (PM Modi)
નવી દિલ્હીઃ છૂટક અને જથ્થાબંધ વેપાર (Retail and wholesale trade)ને MSME હેઠળ લાવવાના નિર્ણયના કારણે છૂટક અને જથ્થાબંધ વેપારી (Retail and wholesale trade)ઓને પણ બેન્કો તથા નાણાકીય સંસ્થાનો (Financial institutions)થી પ્રાથમિકતા મેળવેલી શ્રેણીમાં ઋણ ઉપલબ્ધ થઈ શકશે. કેન્દ્રિય MSME પ્રધાન નીતિન ગડકરી (Union MSME Minister Nitin Gadkari)એ છૂટક અને જથ્થાબંધ વેપાર (Retail and wholesale trade)ને MSME હેઠળ લાવવાની શુક્રવારે જાહેરાત કરી હતી. આનાથી આ ક્ષેત્ર ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના દિશા-નિર્દેશો અનુરૂપ બેન્કોની પ્રાથમિકતા પ્રાપ્ત શ્રેણી હેઠળ ઋણનો લાભ ઉઠાવી શકશે.
આ પણ વાંચોઃ Mukhyamantri Kisan Sahay Yojana 2021 માટે મુખ્યપ્રધાન રૂપાણીએ આપી મંજૂરી, જાણો ખેડૂતોને શું થશે લાભ
છૂટક અને જથ્થાબંધ વેપારીને MSMEમાં શામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણયઃ વડાપ્રધાન
વડાપ્રધાન મોદી (PM Modi)એ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, અમારી સરકારે વેપાર અને જથ્થાબંધ વેપારીને MSMEમાં શામેલ કરવાનો ઐતિહાસિક નિર્ણય ઉઠાવ્યો છે. આનાથી આપણા કરોડો વેપારીઓને સરળતાથી લોન મેળવવામાં મદદ મળશે. તેમને અન્ય લાભો પણ મળશે અને તેનો વેપાર પણ આગળ વધશે. અમે અમારા વેપારીઓને સશક્ત બનાવવા (To empower traders) માટે પ્રતિબદ્ધ છીએ. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી 250 કરોડ રૂપિયા સુધીના વેપાર કરનારા નાના વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ પર તાત્કાલિક અસર થશે અને તેમને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત જાહેર વિવિધ યોજનાઓ અંતર્ગત તાત્કાલિક લોન મળી શકશે.
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લામાં 44 બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો અપાશે લાભ
જરૂરિયાત વેપારીઓને સહાય મળશે
છૂટક અને જથ્થાબંધ વેપારી એસોસિએશને (Retail and Wholesalers Association) પણ આ પગલાનું સ્વાગત કર્યું છે અને કહ્યું હતું કે, કોરોનાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયેલા વેપારીઓને મુડી મળી શકશે, જેની તેમને ખૂબ જ આવશ્યકતા છે.