ETV Bharat / bharat

ત્રિપુરામાં આજે 11 ધારાસભ્યો પ્રધાન પદ માટે લેશે શપથ

મુખ્યપ્રધાન બન્યા બાદ સાહાએ કહ્યું કે, વડાપ્રધાન (eleven mlas in tripura to take oath) નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડાને આગળ લઈ હું ત્રિપુરાના લોકો માટે કામ કરીશ. હું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન આપીશ. વિધાનસભા (11 MLAs to take oath today) ચૂંટણી પહેલા રાજ્યના નેતૃત્વમાં ફેરફાર અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "કોઈ પડકાર નથી."

ત્રિપુરામાં આજે 11 ધારાસભ્યો મંત્રીપદ માટે લેશે શપથ

author img

By

Published : May 16, 2022, 10:29 AM IST

અગરતલા: ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવ અને IPFT ના બે સહિત કુલ 11 ધારાસભ્યો આજે ત્રિપુરામાં પ્રધાન પદ માટે શપથ (eleven mlas in tripura to take oath) લેશે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, IPFTના મેવાર કુમાર જમાતિયા સિવાય, બિપ્લબ કુમાર દેબની પ્રધાન પરિષદના તમામ પ્રધાનોને નવા પ્રધાન પરિષદમાં સામેલ કરવામાં આવ્યા છે. જમાતિયા, જે દેબ સરકારમાં આદિજાતિ કલ્યાણપ્રધાન હતા અને આઈપીએફટીના વડા એનસી દેબબર્મા વચ્ચેના મતભેદોના અહેવાલો તાજેતરમાં સામે આવ્યા હતા.

આ પણ વાંચો: બુદ્ધ પૂર્ણિમાના અવસર પર PM મોદી આજે નેપાળના પ્રવાસે

પદ અને ગુપ્તતાના શપથ: રાજ્યપાલ એસએન આર્ય મુખ્યપ્રધાન માણિક સાહા (new Chief Minister of Tripura Manik Saha), પૂર્વ મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં રાજભવન ખાતે એક કાર્યક્રમમાં પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. રવિવારે રાત્રે રાજ્યપાલને લખેલા પત્રમાં સાહાએ કહ્યું, જિષ્ણુ દેવ વર્મા, એનસી દેબ બર્મા (આઈપીએફટી), રતનલાલ નાથ, પ્રણજીત સિંહ રોય, મનોજ કાંતિ દેબ, સંતના ચકમા, રામ પ્રસાદ પોલ, ભગવાન દાસ, સુશાંત ચૌધરી, રામપદા જમાતિયા. અને પ્રેમ કુમાર રેઆંગ (IPFT) આવતીકાલે રાજ્યના કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેશે.

આ પણ વાંચો: જ્ઞાનવાપી વિવાદ: આજે ત્રીજા દિવસે સર્વેની કાર્યવાહી શરૂ, વાદી-પ્રતિવાદી સાથે વકીલ કમિશનર પરિસર પહોંચ્યા

રાજ્યના નેતૃત્વમાં ફેરફાર: આ પહેલા રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય માણિક સાહાએ ત્રિપુરાના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સમારોહમાં પૂર્વ મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબ ભાજપના ધારાસભ્યો અને પ્રધાનો સાથે હાજર રહ્યા હતા. શપથ સમારોહ બાદ સાહાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડાને આગળ લઈ હું ત્રિપુરાના લોકો માટે કામ કરીશ. હું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન આપીશ. વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના નેતૃત્વમાં ફેરફાર અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "કોઈ પડકાર નથી."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.