ETV Bharat / bharat

બત્તી ગુલ મીટર ચાલુંઃ 12 ગામમાં વીજ ક્નેક્શન નથી છતાં 40,000નું બિલ - electricity Connection in Shamli

વીજળી વિભાગના છબરડા માત્ર આપણા રાજ્યમાંથી જ સામે આવું બિલકુલ (Electric city connection) નથી. દેશમાં ઘણી વખત એવી ઘટના બને છે કે, દરેક વ્યક્તિને વિચાર આવે કે આવું તે કેવી રીતે બને. પણ એવું થતું હોય છે. ઉત્તર પ્રદેશના એક જિલ્લામાંથી એવી ઘટના સામે આવી છે જેને ગળે ઊતારવી કઠિન છે. ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં જ્યાં વીજ ક્નેક્શન હજું આપ્યું નથી ત્યાં વીજળીનું બિલ ફટકારી દીધું છે.

બત્તી ગુલ મીટર ચાલુંઃ 12 ગામમાં વીજ ક્નેક્શન નથી છતાં 40,000નું બિલ

author img

By

Published : Nov 22, 2022, 1:30 PM IST

શામલી-ઉત્તર પ્રદેશઃ શામલીમાં વીજ વિભાગની કામગીરીથી જિલ્લાના 12 ગામના લોકો પરેશાન છે. બાવરીયા જ્ઞાતિના લોકોના આ ગામોમાં અનેક જગ્યાએ વિજળી વિભાગના છબરડાનો નજારો જોવા મળે છે. અહીંના લોકો દાવો કરે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મફત વીજળીનો હવાલો આપીને તેમના ઘરે વીજળીના (electricity Connection in Shamli) મીટર લગાવવામાં આવ્યા હતા. જો કે તે મીટરોમાં કનેક્શન પણ દેવામાં આવ્યું નથી. હવે વીજળી બિલ જમા કરાવી દેવા દબાણ (electricity bill in Shamli ) થઈ રહ્યું છે.

વિભાગ સામે લોકો ઘુંટણીયેઃ શામલી જિલ્લાના 12 ગામમાં રહેતા બાવરિયા (electricity bill in Shamli) જ્ઞાતિના લોકોએ વીજળી વિભાગ સમક્ષ ઘૂંટણિયે પડવાની ફરજ પડી છે. આ લોકોનો દાવો છે કે ફ્રી વીજળી કનેક્શનના નામે વર્ષો પહેલા તેમના ઘરમાં વીજળીના મીટર લગાવવામાં આવ્યા હતા, જે કનેક્શન શરૂ કર્યા વગર પણ હજારો રૂપિયાના બિલ ફટકારી દેવામાં આવ્યા છે. જ્યાં સર્વિસ જ પહોંચી નથી એવામાં પૈસા ભરવા કેવી રીતે આ સળગતો સવાલ સામે આવ્યો છે. શામલી જિલ્લામાં બાવરિયા જાતિના લોકોના 12 ગામો છે. જેમાં ઢોકસા, અલાઉદ્દીનપુર, દુધલી, ડેરા ભગીરથ, નયા બંસ, મસ્તગઢ, જતન, ખાનપુર, અહેમદગઢ, ખેડી વગેરે ગામોનો સમાવેશ થાય છે. પછાત બાવરિયા સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ વીજ વિભાગમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને કર્મચારીઓની કામગીરીથી આ ગામોના લોકો હવે કંટાળી ગયા છે.

વીજ બિલ ખોટાઃ બાવરિયા સમાજના લોકોનું કહેવું છે કે, છેલ્લા 10 વર્ષથી ગામમાં પહોંચ્યા બાદ વીજકર્મીઓ દ્વારા કનેક્શન વિના તેમના ઘરે વીજ મીટર લગાવવામાં આવ્યા હતા. જેમને ક્યારેય વીજ પુરવઠો આપવામાં આવ્યો ન હતો. કર્મચારીઓ વીજ મીટર લટકાવીને જ જતા રહ્યા, જેનાથી હવે હજારો વીજ બીલ ફટકારવામાં આવી રહ્યા છે. ગ્રામજનોના ઘરે પહોંચીને, કર્મચારીઓ વીજ બિલ જમા ન કરે તો વસૂલાત માટે દબાણ કરે છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ખોકસા ગામની વસ્તીના કેટલાક વિસ્તારોમાં હજુ વીજલાઇન પહોંચી નથી. પરંતુ, અહીં વર્ષો પહેલા વીજ મીટરો લગાવવામાં આવ્યા છે. અલાઉદ્દીનપુર ગામની એક મહિલા સુંદરવતી દેવીએ જણાવ્યું કે લગભગ 10 વર્ષ પહેલા વીજળી વિભાગના અધિકારીઓએ તેમના ઘરમાં મીટર લગાવ્યા બાદ આશ્વાસન આપ્યું હતું કે તે મફતમાં લગાવવામાં આવશે.

વીજળી નથી છતાં બિલઃ હજુ સુધી વીજ જોડાણ આપવામાં આવ્યું નથી. હવે 40 હજાર રૂપિયાનું બિલ આવ્યું છે. પેલી સ્ત્રીએ કહ્યું કે આપણે પૈસા કેમ ચૂકવીએ? જ્યારે વીજળી વિભાગના સબ-ડિવિઝનલ ઓફિસર (એસડીઓ) રવિ કુમારનો સંપર્ક ગ્રામજનોની વીજળી મીટર અને વીજળીના બિલને લગતી સમસ્યા અંગે કરવામાં આવ્યો હતો. તો તેણે કહ્યું કે તેને આ બાબતે કોઈ માહિતી નથી. જો કે, શામલીના પશ્ચિમાંચલ વિદ્યુત વિતરન નિગમ લિમિટેડના અધિક્ષક ઇજનેર રામ કુમારે કહ્યું કે અમે આ મામલાની તપાસ કરવા માટે એક ટીમ મોકલીશું અને ગ્રામજનોની ચિંતાઓને દૂર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.