ETV Bharat / bharat

ચમોલી હિમપ્રપાતમાં બચાવ કામગીરી ચાલુ, 8 લોકો છે લાપતા - ચમોલી ગ્લેશિયર ઘટના

ઉત્તરાખંડના ચમોલીમાં ફરી એકવાર પ્રકૃતિનો કહેર જોવા મળ્યો છે. ચમોલી તપોવનના વરસાદી પ્રદેશ પછી નીતિ ખીણની ચીન- તિબેટ સરહદ પર સુમનામાં હિમપ્રપાત થયો હતો. આ અકસ્માતમાં BROનાં કેમ્પ સંપૂર્ણ નાશ પામ્યા હતા.

chamoli
chamoli
author img

By

Published : Apr 25, 2021, 10:44 AM IST

  • ચમોલીમાં પ્રકૃતિએ ફરી એકવાર તબાહી મચાવી
  • ચીન- તિબેટ સરહદ પર સુમનામાં હિમપ્રપાત થયો હતો
  • આ ઘટનામાં BROનાં કેમ્પ સંપૂર્ણ નાશ પામ્યા હતા

ચમોલી: ઉત્તરાખંડના ચમોલીમાં પ્રકૃતિએ ફરી એકવાર તબાહી મચાવી દીધી છે. ચમોલી તપોવનના વરસાદી પ્રદેશ પછી, નીતિ ખીણની ચીન- તિબેટ સરહદ પર સુમનામાં હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં BROનાં કેમ્પ સંપૂર્ણ નાશ પામ્યા હતા.

બચાવ- રાહત કાર્ય આજે રવિવારે પણ ચાલુ રહેશે

23 એપ્રિલના રોજ આ હિમપ્રપાતની ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે. ઘટના સ્થળે BROના મજૂર શિબિરમાં 402 લોકો હતા. આ ઘટનામાં 8 લોકો હજુ લાપતા છે, જેના માટે રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ ઘટનામાં 384 લોકોનો બચાવ થયો છે. તો સાથે સાથે ભારતીય સેનાના ચીતા હેલિકોપ્ટરની મદદ પણ બચાવ માટે લેવામાં આવી રહી છે અને બચાવ- રાહત કાર્ય આજે રવિવારે પણ ચાલુ રહેશે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં BRO કેમ્પ હિમપ્રપાતની ઝપેટમાં, 384 મજૂરોને બચાવાયા, 8 મૃતદેહ મળ્યા

તીરથસિંહ રાવતે પણ ઘટના સ્થળની હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો હિસ્સો લીધો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, ચમોલી જિલ્લામાં, ભારત- ચીન સરહદ વિસ્તાર નજીક, સુમનામાં BRO કેમ્પ પાસે, ગ્લેશિયર તૂટીને મલારી- સુમના રોડ પર આવી પડ્યો હતો. જેનાથી ઘણું નુકસાન થયું છે, ત્યારે મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે પણ ઘટના સ્થળની હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો હિસ્સો લીધો હતો.

આ પણ વાંચો : પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ ચમોલી દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

જોશીમઠ આર્મી હોસ્પિટલમાં 6 ઇજાગ્રસ્તોને દાખલ કરાયા

6 ઇજાગ્રસ્તોને આર્મી હેલિકોપ્ટર દ્વારા જોશીમઠ આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને આર્મી હોસ્પિટલ દહેરાદૂન રેફર કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.