ETV Bharat / bharat

Money Laundering Case : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની મુશ્કેલી વધી, મની લોન્ડરિંગ કેસની ચાર્જશીટમાં નામ ચડ્યુ - મની લોન્ડરિંગ કેસ

મની લોન્ડરિંગ કેસ મામલે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની મુશ્કેલી વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ચાર્જશીટમાં દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ HL પાહવા પાસેથી હરિયાણાના ફરીદાબાદમાં 40 કનાલની (પાંચ એકર) ખેતીની જમીન 2006 માં ખરીદી અને ફેબ્રુઆરી 2010 માં એજન્ટને જ વેચવામાં પ્રિયંકા ગાંધી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.

Money Laundering Case
Money Laundering Case
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 2:15 PM IST

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ચાર્જશીટમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ આપ્યું છે. જેમાં દિલ્હી સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ HL પાહવા પાસેથી હરિયાણાના ફરીદાબાદમાં 40 કનાલની (પાંચ એકર) ખેતીની જમીન 2006 માં ખરીદી અને ફેબ્રુઆરી 2010 માં એજન્ટને જ વેચવામાં પ્રિયંકા ગાંધી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.

ED મુજબ પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ 2005-2006 દરમિયાન અમીપુર ગામમાં 334 કનાલ (40.08 એકર) જમીનના ત્રણ ટુકડા ખરીદ્યા હતા અને ડિસેમ્બર 2010 માં જમીન વેચી હતી. તેમાં જે એજન્ટ હતો તે જ એજન્ટ HL પાહવા પાસેથી ફરીદાબાદના અમીપુર ગામમાં જમીન ખરીદી હતી. આ એજન્ટ એ જ વ્યક્તિ છે જેણે NRI ઉદ્યોગપતિ સીસી થાંમ્પીને જમીન વેચી હતી.

આ મોટા કેસમાં ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સામેલ છે. સંજય ભંડારી વિરુદ્ધ મની-લોન્ડરિંગ, ફોરેન એક્સચેન્જ અને કાળા નાણાંના કાયદાના ભંગ તથા ઓફીશીયલ સિક્રેટ એક્ટ બદલ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. વર્ષ 2016 માં તે ભારતથી ભાગીને UK ગયો હતો. થમ્પી પર બ્રિટિશ નાગરિક સુમિત ચઢ્ઢા સાથે મળી સંજય ભંડારીને ગુનાની આવક છુપાવવા માટે મદદ કરવાનો આરોપ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસ સાથે સંબંધિત તેની અગાઉની ચાર્જશીટમાં થમ્પીના કથિત નજીકના સાથીદાર તરીકે રોબર્ટ વાડ્રાના નામનો ઉલ્લેખ કર્યો હતો. હાલની ચાર્જશીટમાં એવો ઉલ્લેખ છે કે પાહવા જમીન સંપાદન કરવાના હેતુથી ચોપડામાંથી રોકડ રકમ મેળવતો હતો. એવું પણ ધ્યાને આવ્યું હતું કે રોબર્ટ વાડ્રાએ પાહવાને વેચાણની સંપૂર્ણ રકમ ચૂકવી ન હતી. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ હજુ ચાલુ છે. જોકે ઉપરોક્ત વ્યવહારોને દર્શાવતા પાહવાના ખાતાવહી ખાતાની નકલ 17 નવેમ્બર, 2023 ના રોજ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી.

ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એવું સબમિટ કરવામાં આવ્યું છે કે રોબર્ટ વાડ્રાએ ભારતમાં 1 નવેમ્બર, 2007 અને 16 નવેમ્બર, 2007 ના રોજ અનુક્રમે સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અને સ્કાય લાઈટ રિયલ્ટી પ્રાઇવેટ લિમિટેડના નામો સાથે કંપનીઓનો સમાવેશ કર્યો હતો. તે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવી છે. જ્યારે UAE માં સ્કાય લાઇટ ઇન્વેસ્ટમેન્ટ FZE નામની એન્ટિટી 1 એપ્રિલ, 2009 ના રોજ સીસી થમ્પી સાથે એકમાત્ર શેરધારક તરીકે સામેલ કરવામાં આવી હતી.

થમ્પી અને તેની ભારતીય સંસ્થાઓની તપાસ દરમિયાન કેસ નં. T-3/219/HQ/2015 ની ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA) જોગવાઈ હેઠળ તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં જાણવા મળ્યું છે કે થમ્પીએ દિલ્હી NCR સ્થિત રિયલ એસ્ટેટ એજન્ટ HL પાહવા પાસેથી હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના અમીપુર ગામમાં 2005 થી 2008 દરમિયાન અંદાજે 486 એક્ટ જમીન ખરીદી હતી.

ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રોબર્ટ વાડ્રાએ 1 નવેમ્બર, 2007ના રોજ ભારતમાં બ્લ્વે બ્રિઝ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની એક એન્ટિટીની સ્થાપના કરી, જે બાદમાં LLP રૂપાંતરિત થઈ હતી. આ સંસ્થા પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ એન્ટિટી હતી અને પછી જ્યારે તે LLP માં રૂપાંતરિત થઈ આ સંપૂર્ણ સમયમાં સંસ્થાનું ઈમેલ આઈડી bivebreezetrading@zmall.com ic રહ્યું છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલયની વેબસાઈટ પરથી ઉપરોક્ત સંસ્થાના સંસ્થાપન દસ્તાવેજો ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. આ એ જ ઈમેલ આઈડી છે જેના પર દુબઈમાં સીસી થમ્પીની એક કર્મચારી બીના દ્વારા 12 બ્રાયનસ્ટન સ્ક્વેર, લંડનની પ્રોપર્ટીના સંબંધમાં વાતચીત કરવામાં આવી હતી.

રોબર્ટ વાડ્રા વિરુદ્ધ અન્ય એક PMLA કેસ નં. ECIR/OG/HIU2018 માં તેની સંસ્થા સ્કાય લાઈટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય સંસ્થાની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, દિલ્હી NCR નો રહેવાસી મહેશ નાગરે દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનના બિકાનેરમાં જમીનના વિવિધ ટુકડાઓની ખરીદી અને વેચાણ સમયે રોબર્ટ વાડ્રેની વિવિધ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મંગળવારના રોજ એક નિવેદનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે લંડનમાં પ્રોપર્ટી ખરીદવાના સંબંધમાં રોબર્ટ વાડ્રાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વાડ્રા અને થમ્પી વચ્ચેના કનેક્શનની વિગતો આપતા ચાર્જશીટ જણાવે છે, આ કેસની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે સીસી થમ્પી અને રોબર્ટ વાડ્રા વચ્ચે લાંબા અને ગાઢ સંબંધ છે. માત્ર વ્યક્તિગત અને સૌહાર્દપૂર્ણ બંધન જ નહીં પરંતુ તેમની વચ્ચે સમાન વ્યવસાયિક હિત પણ જોવા મળે છે. જાન્યુઆરી 2020 માં ધરપકડ કરાયેલ થમ્પીએ ED ને દેખીતી રીતે જણાવ્યું હતું કે તે વાડ્રાને 10 વર્ષથી વધુ સમયથી ઓળખે છે અને તેઓ વાડ્રાની યુએઈ તેમજ દિલ્હીની મુલાકાત દરમિયાન ઘણી વખત મળ્યા હતા.

  1. Year Ender 2023 : વર્ષ 2023 દરમિયાન સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ નિર્ણય, જેણે અમીટ છાપ છોડી
  2. Money Laundering Case: ઉદ્યમી સુમિત ચઢ્ઢા વિરૂધ્ધ કોર્ટે જાહેર કર્યુ ઓપન એન્ડેડ વોરંટ, જાણો શું છે સમગ્ર મામલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.