- ચૂંટણીપંચ દ્વારા ભાજપ નેતા હેમંત બિસ્વા સરમાને રાહત
- 48 કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ
- કોંગ્રેસે કરી હતી લેખિત રજૂઆત
નવી દિલ્હી : ચૂંટણીપંચે ભાજપ નેતા હેમંત બિસ્વા સરમાને રાહત આપી છે. ચૂંટણીપંચ દ્વારા સરમા પર 48 કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં ઘટાડો કરીને 24 કલાક કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - આસામ વિધાનસભા ચૂંટણી 2021 : પ્રથમ તબક્કામાં 72.14 ટકા મતદાન
બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના ચેરપર્સન હાગ્રામા મોહિલારી અંગે વિવાદાસ્પદ આપવા બદલ લગાવાયો હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચ દ્વારા આસામના પ્રધાન અને ભાજપ નેતા હેમંત બિસ્વા સરમા પર આ પ્રતિબંધ બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના ચેરપર્સન હાગ્રામા મોહિલારી અંગે વિવાદાસ્પદ આપવા બદલ લગાવવામાં આવ્યો હતો. આ અંગે કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ ચૂંટણીપંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ચૂંટણીપંચે ગુરુવારના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અને આસામના પ્રધાન હેમંત બિસ્વા સરમાને નોટિસ ફટકારી હતી.
આ પણ વાંચો - આસામ વિધાનસભા ચૂંટણી : 3 અરબપતિ ઉમેદવારો મેદાનમાં
પ્રથમ તબક્કામાં 47 બેઠકો પર કુલ 72.17 મતદાન
ઉલ્લેખનીય છે કે, આસામ વિધાનસભાની ચૂંટણી માટે 20 માર્ચના રોજ પ્રથમ તબક્કાના મતદાન યોજાયું હતું. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની 47 બેઠકો પર કુલ 72.17 મતદાન નોંધાયું હતું.