નવી દિલ્હી: ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે બપોરે 1.30 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર બુધવારે બપોરે 1.30 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર ઉત્તરાખંડના પિથોરાગઢથી 143 કિમીના પૂર્વમાં હતું. ભારત-ચીન અને નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
-
Earthquake of Magnitude:4.4, Occurred on 22-02-2023, 13:30:23 IST, Lat:29.56 & Long:81.70, Depth: 10 Km ,Location: 143km E of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/MNTAXJS0EJ@Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/ovDBNhb7VO
— National Center for Seismology (@NCS_Earthquake) February 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Earthquake of Magnitude:4.4, Occurred on 22-02-2023, 13:30:23 IST, Lat:29.56 & Long:81.70, Depth: 10 Km ,Location: 143km E of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/MNTAXJS0EJ@Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/ovDBNhb7VO
— National Center for Seismology (@NCS_Earthquake) February 22, 2023Earthquake of Magnitude:4.4, Occurred on 22-02-2023, 13:30:23 IST, Lat:29.56 & Long:81.70, Depth: 10 Km ,Location: 143km E of Pithoragarh, Uttarakhand, India for more information Download the BhooKamp App https://t.co/MNTAXJS0EJ@Dr_Mishra1966 @Ravi_MoES @ndmaindia @Indiametdept pic.twitter.com/ovDBNhb7VO
— National Center for Seismology (@NCS_Earthquake) February 22, 2023
આ પણ વાંચો: Maharashtra Dharavi fire: મહારાષ્ટ્રના ધારાવીમાં ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ
ઉત્તરાખંડમાં મોટા ભૂકંપનો ખતરો: જણાવવામાં આવી રહ્યું છે કે, બુધવારે બપોરે દિલ્હી એનસીઆર સહિત યુપીના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, ઉત્તરાખંડમાં મોટા ભૂકંપનો ખતરો મંડરાઈ રહ્યો છે. કારણ કે ઉત્તરાખંડના ઘણા વિસ્તારો ભૂકંપ સંવેદનશીલ વિસ્તારો હેઠળ આવે છે.
ભૂકંપની દ્રષ્ટિએ ઝોન પાંચમાં: વૈજ્ઞાનિકોના મતે ઉત્તરાખંડમાં મોટો ભૂકંપ આવવાની આશંકા છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી અહીં કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. જેના કારણે જમીનની નીચે ઘણી બધી ઉર્જા એકઠી થઈ રહી છે, જે ગમે ત્યારે લાવા બનીને ફૂટી શકે છે. મતલબ કે મોટો ભૂકંપ ઉત્તરાખંડ માટે વિનાશક સાબિત થશે. ઉત્તરાખંડ ભૂકંપની દ્રષ્ટિએ ઝોન પાંચમાં આવે છે.