ETV Bharat / bharat

એસ.જયશંકર હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં હાજરી આપશે - પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી

26 માર્ચે નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા ઇકોનોમિક કોન્ક્લેવમાં એવું કહેવામાં આવ્યું હતું કે, મારો કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો છે. મને નથી લાગતું કે આવી કોઈ બેઠકનું હજી સુધી આયોજન કરવામાં આવ્યું હોય. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, જયશંકર સંમેલનમાં ભાગ લેતા અન્ય દેશોના નેતાઓ સાથે વાત કરી શકે છે.

એસ.જયશંકર હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં હાજરી આપશે

author img

By

Published : Mar 30, 2021, 11:35 AM IST

  • સંમેલનમાં બંને પ્રધાનોની હાજરીના સમાચારો સાથે તેમની બેઠક અંગે અટકળો
  • ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભાગ લેશે
  • આ પરિષદ ઇસ્તંબુલ પ્રક્રિયાનો ભાગ છે

નવી દિલ્હી: ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનોની આ પરિષદ ઇસ્તંબુલ પ્રક્રિયાનો ભાગ છે. જે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા માટે સહકાર અને સલામતી માટેની પહેલ છે અને તેની શરૂઆત તુર્કીમાં 2 નવેમ્બર 2011ના રોજ કરવામાં આવી હતી.

એસ. જયશંકરને મળવા માટે હજી સુધી કોઈ બેઠક યોજાઈ નથી

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું છે કે, તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં મંગળવારે 'હાર્ટ ઓફ એશિયા' સંમેલનમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને મળવા માટે હજી સુધી કોઈ બેઠક યોજાઈ નથી. આ માટે કોઈ પ્રસ્તાવ દેવામાં આવ્યો નથી. સંમેલનમાં બંને પ્રધાનોની હાજરીના સમાચારો સાથે તેમની બેઠક અંગે અટકળો ચાલી રહી છે.

આ પણ વાંચો: કોરોના વાઇરસ: ચીનમાં વસતા ભારતીયો માટે સરકાર ચિંતિત: વિદેશ પ્રધાન જયશંકર

જયશંકર સંમેલનમાં ભાગ લેતા અન્ય દેશોના નેતાઓ સાથે વાત કરી શકે છે

ભારત અને પાકિસ્તાન દ્વારા પડદા પાછળથી રાજનૈતિક સંબંધોની સંપૂર્ણ પુન: સ્થાપના અંગેના મીડિયા અહેવાલોના પ્રશ્નના જવાબમાં કુરેશીએ કહ્યું હતું કે, હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જયશંકરે પણ સંમેલનમાં કુરેશીને મળવા અંગે ગયા અઠવાડિયે પૂછેલા પ્રશ્નોનો સીધો જવાબ આપ્યો ન હતો. 26 માર્ચે નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા ઇકોનોમિક કોન્ક્લેવમાં તેમણે કહ્યું હતું કે, મારો કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો છે. મને નથી લાગતું કે આવી કોઈ બેઠકનું હજી સુધી આયોજન કરવામાં આવ્યું હોય. ભારતના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, જયશંકર સંમેલનમાં ભાગ લેતા અન્ય દેશોના નેતાઓ સાથે વાત કરી શકે છે.

આ પણ વાંચો: રાજ્યસભા પાર્ટ-2: ભાજપમાંથી એસ. જયશંકર તો કોંગ્રેસમાંથી મનમોહનસિંહ રાજ્યસભામાં જાય તેવી શક્યતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.