ETV Bharat / bharat

Tripura Rathyatra: ત્રિપુરામાં બાહુડા રથયાત્રા દરમિયાન હાઈવોલ્ટેજ કરંટ લાગતાં 7 લોકોના મોત

author img

By

Published : Jun 28, 2023, 8:47 PM IST

ત્રિપુરાના અગરતલામાં બાહુડા રથયાત્રામાં હાઈ-વોલ્ટેજ વાયર સાથે અથડાતાં કરંટથી 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

tripura rathyatra
tripura rathyatra

અગરતલા: ત્રિપુરામાં બહુદા રથયાત્રા દરમિયાન એક દર્દનાક અકસ્માત થયો હતો. ઉનાકોટી જિલ્લાના કુમારઘાટ ખાતે એક રથ તેની ઉપરથી પસાર થતા હાઇ-ટેન્શન વાયર સાથે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

હાઈ-વોલ્ટેજ વાયર સાથે અથડાયો રથ: ETV ભારત સાથે ખાસ વાત કરતા SDPO કુમારઘાટ કમલ દેબબર્માએ કહ્યું કે બહુદા રથયાત્રા ઉત્સવ દરમિયાન જ્યારે ભક્તો રથને ખેંચી રહ્યા હતા. ત્યારે તે ઉપરના એક હાઈ-વોલ્ટેજ વાયર સાથે અથડાયો હતો. આખા રથમાં કરંટ વહી ગયો અને તરત જ છ લોકોના મોત થયા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટના અંગે વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું કે અકસ્માત બાદ તરત જ તમામ પગલાં લેવામાં આવ્યા છે. ઘટના બાદ તરત જ ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

7 લોકોના મોત: પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ઘટનાસ્થળેથી સૂત્રોનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. કારણ કે પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલમાં ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે અમે રથની ટોચ પર ચઢવા માટે રથની નજીક આવી રહ્યા હતા. ત્યારે કોઈક રીતે અમે ઉપરના હાઈ વોલ્ટેજ વાયરના સંપર્કમાં આવ્યા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

મૃત્યુઆંક વધે તેવી આશંકા: લોકોએ જણાવ્યું કે અમે તેમને કુમારઘાટ હોસ્પિટલમાં લઈ ગયા અને તેમાંથી કેટલાકને સારવાર માટે કૈલાશહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. લોકોનું કહેવું છે કે અમને આશંકા છે કે મૃત્યુઆંક વધશે કારણ કે તેમાંના કેટલાક ગંભીર રીતે ઘાયલ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ટુકડી ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી હતી.

  1. વાયરમાંથી પતંગ કાઢવા જતા બાળકોને લાગ્યો વીજ કરંટ! પરીવારનો થ્યો જીવ એધ્ધર
  2. Electrocution Death : કંબોલામાં ખેતરમાં કરંટ લાગતા ખેડૂતનું મોત, બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.