ETV Bharat / bharat

Floriculture Industry : ફૂલને ફેંકવાની જગ્યાએ યોગ્ય ઉપયોગ કરી કમાણી કરો ! આંતરરાષ્ટ્રીય બજારમાં સૂકાં ફૂલની ભારે માંગ - રોજગારીનું માધ્યમ છે સૂકાં ફૂલ

ભારતમાં પૂજા સ્થાનોની આસપાસ દરરોજ ઘણા બધા ફૂલો ફેંકી દેવામાં આવે છે. પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે રોજગારનું માધ્યમ બની શકે છે. ભારત અને આંતરરાષ્ટ્રીય બજારમાં સૂકાં ફૂલોની ભારે માંગ છે. આ માંગને પહોંચી વળવાની ક્ષમતા ભારત દેશ ધરાવે છે. કારણ કે, અહીંની માટી અને આબોહવા બાગાયતી ખેતી માટે અનુકૂળ માનવામાં આવે છે.

Floriculture Industry
Floriculture Industry
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 10:09 PM IST

હૈદરાબાદ : ભારતમાં વિવિધ પ્રકારની જમીન અને આબોહવાની પરિસ્થિતિ બાગાયતી ખેતી માટે સૌથી વધુ અનુકૂળ માનવામાં આવે છે. બાગાયતી ખેતી એટલે ફળ, ફૂલ, શાકભાજી અને મસાલાની ખેતી. ભારત અને આંતરરાષ્ટ્રીય બજારમાં સૂકાં ફૂલોની ખૂબ માંગ છે. સૂકાં ફૂલને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે, એટલું જ નહીં તે તાજા ફૂલો કરતાં વધુ કિંમતે વેચાય છે. ભારતમાંથી અમેરિકા, જાપાન અને યુરોપ જેવા દેશમાં સૂકાં ફૂલની નિકાસ થાય છે.

સૂકાં ફૂલનો વ્યવસાય : ભારત લગભગ 20 દેશોમાં 500 થી વધુ પ્રકારના ફૂલોની નિકાસ કરે છે. જેનાથી 100 કરોડ રૂપિયાથી વધુની આવક થાય છે. ભારતમાં ધાર્મિક સ્થળોની આસપાસ દરરોજ 20 ટનથી વધુ ફૂલોનો વ્યય થાય છે. ભારતમાં ઉગાડવામાં આવતા તમામ ફૂલોમાં ગ્લોબોસા, હેલીક્રિસમ, એક્રોલિનમ, સેલોસિયા, કોક્સ કોમ્બ, કોટન, જીપ્સોફિલા, સ્ટેટીસ, લવંડર, લાર્કસપુર અને ગુલાબને સૂકવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂકાં ફૂલોની ઉંમર બે થી ચાર વર્ષ હોય છે. ફૂલોને સામાન્ય વાતાવરણ, ગરમ હવામાં અથવા માઇક્રોવેવમાં અથવા ગ્લિસરીન અને ફ્રીઝિંગ પદ્ધતિઓ દ્વારા સૂકવી શકાય છે.

ફૂલના કારણે ફેલાતું પ્રદૂષણ : ભારતની નદીઓમાં ફૂલને પધરાવી દેવાના કારણે નદીઓમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. આ ફૂલ હાનિકારક રસાયણ પણ છોડે છે જેના કારણે આપણી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પણ પ્રભાવિત થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે પાણી અને જમીન પર પ્રદૂષણ ફેલાવવામાં ફૂલનો સૌથી મોટો ફાળો છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આપણા દેશમાં સૂકાં ફૂલોને પણ પવિત્ર માનવામાં આવે છે. આપણે ફૂલને કચરામાં ફેંકવાનું પસંદ કરતા નથી, તેથી તેને પાણીમાં પધરાવી દેવામાં આવે છે.

અધધ ફૂલનો વ્યય : સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જના અનુસાર મંદિરો અને મસ્જિદોમાં ચઢાવવામાં આવતા 80 લાખ મેટ્રિક ટન ફૂલ દર વર્ષે ગંગા નદીમાં પધરાવી દેવાય છે. જો ફક્ત હૈદરાબાદની વાત કરવામાં આવે તો અહીંના ધાર્મિક સ્થળો પર ચઢાવવામાં આવતા એક હજાર મેટ્રિક ટનથી વધુ ફૂલ વેડફાય છે. જ્યાં નજીકમાં કોઈ નદી નથી ત્યાં આ ફૂલને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે અથવા જમીનમાં દાટી દેવામાં આવે છે. જેના કારણે કાર્બન ઉત્સર્જન વધે છે અને અન્ય પ્રકારનું હવા અને માટી પ્રદૂષણ થાય છે.

સૂકાં ફૂલનો ઉપયોગ : હાલના સમયમાં કેટલાક વેપારીઓએ ફૂલોની સફાઈ કરવાની જવાબદારી ઉપાડી છે. તેઓ ફૂલોને અલગ-અલગ જગ્યાએથી ભેગા કરીને ઉપયોગ કરવા યોગ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવે છે અથવા તેનો ઉપયોગ સાબુ, અત્તર, મીણબત્તી, વિંડો બોક્સ, હાથથી બનાવેલા કાગળ, ગુલાબજળ, ગુલાબની શીશી, જાસ્મીન કોંક્રીટ, ટ્યુબરોઝ કોંક્રીટ અને ગ્રીટીંગ્સ કાર્ડ વગેરે બનાવવા માટે કરી રહ્યા છે.

રોજગારીનું માધ્યમ છે સૂકાં ફૂલ : ગુલાબની પાંખડી, ચમેલી અને ગુલદાઉદીના ફૂલ એન્ટીઓક્સિડન્ટ છે. તેથી તેનો ઉપયોગ હર્બલ ચા બનાવવામાં કરવામાં આવે છે. મહુઆના ફૂલનો ઉપયોગ ફૂડ ઉદ્યોગમાં થાય છે. આ વસ્તુઓ જામ અને જેલી બનાવવામાં પણ વપરાય છે. જો ફૂલોને રિસાયકલ કરવામાં આવે તો આપણી નદીઓ પ્રદૂષણ મુક્ત તો થશે. ઉપરાંત તેનાથી રોજગારી પણ વધશે અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવી શકાય છે. ખાદ્ય સૂકાં ફૂલોનો ઉપયોગ કેક અને મીઠાઈમાં થાય છે.

જાગૃતિ અભિયાન : સૂકાં ફૂલોના વ્યવસાય માટે ગ્રોસ માર્જિન સામાન્ય રીતે લગભગ 65 % છે. ફૂલોના કચરાને રિસાયકલ કરવાના ઘણા ફાયદા છે. તે જમીન પરનું પ્રદૂષણ ઘટાડે છે અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરે છે. આનાથી કાર્બન ઉત્સર્જન પણ ઘટે છે. આ સાથે પુષ્પ અપશિષ્ટોંનો જૈવ અવશોષણમાં મહત્વપૂર્ણ ઉપયોગ કરી શકાય છે. તે ગંદા પાણી અને અન્ય ઔદ્યોગિક કચરાને ટ્રીટ કરવામાં મદદ કરી શકે છે. તે મર્યાદિત પાયાના ઉદ્યોગ સાથે શરૂ થઈ શકે છે. જ્યાં સેમિનાર, વર્કશોપ અને તાલીમ દ્વારા સૂકાં ફૂલની ટેક્નોલોજી પર જાગૃતિ લાવીને નવા વ્યવસાયિક ક્ષેત્ર બનાવવા માટે કામ કરી શકાય છે.

  1. Surat Diamond Industry : દિવાળી પહેલા રત્નકલાકારોમાં ચિંતા, ડાયમંડ ઇન્ડસ્ટ્રી બે મહિના સુધી રફ ખરીદશે નહીં
  2. Surat Textile Industry : સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને હવે લુમ્સ મશીન ઉપર ઝીરો કસ્ટમ ડ્યુટીનો લાભ મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.