ETV Bharat / bharat

ડ્રગ્સ કેસ: NCBને નથી મળી આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની ડ્રગ્સ ચેટ!

NCB દ્વારા બોલાવવામાં આવ્યા બાદ ગુરૂવારના અનન્યા (Ananya Pandey) પોતાના પિતા અને અભિનેતા ચંકી પાંડે (Chunkey Pandey) સાથે NCB અધિકારીઓની પાસે પહોંચી હતી. સૂત્રો પ્રમાણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે તેની કથિત વોટ્સએપ ચેટમાં 'ડ્રગ્સ સંબંધિત મેસેજની આપ-લેના કોઈ પુરાવા નથી.

ડ્રગ્સ કેસ: NCBને નથી મળી આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની ડ્રગ્સ ચેટ!
ડ્રગ્સ કેસ: NCBને નથી મળી આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની ડ્રગ્સ ચેટ!
author img

By

Published : Oct 22, 2021, 10:43 PM IST

  • આર્યન સાથે અનન્યાની 'ડ્રગ્સ સંબંધિત ચેટના પુરાવા નથી
  • અનન્યાની આર્યન ડ્રગ્સ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે
  • 3 વોટ્સએપ ચેટ સામે આવી હોવાનો મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો હતો દાવો

મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા અનન્યા પાંડે (Ananya Pandey)ની પૂછપરછ પરના હોબાળા વચ્ચે સત્તાવાર સૂત્રોએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે બોલીવૂડ મેગાસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન સાથે તેની કથિત વોટ્સએપ ચેટમાં 'ડ્રગ્સ સંબંધિત મેસેજની આપ-લેના કોઈ પુરાવા નથી.

અધિકારી વિસ્તૃત જાણકારી આપવાથી બચી રહ્યા છે

સૂત્રોએ ખુલાસો કર્યો કે NCB દ્વારા કેસમાં એકત્ર કરવામાં આવેલી અલગ-અલગ કડીઓ માટે અનન્યાની તેના નિવેદનને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારી વિસ્તૃત જાણકારી આપવાથી બચી રહ્યા છે. તાજેતરનો ઘટસ્ફોટ કેટલાક બિન-પુષ્ટિ થયેલા મીડિયા અહેવાલોને પગલે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 2 સ્ટાર-કિડ્સ વચ્ચે ડ્રગ્સ વગેરે જેવા મુદ્દાઓ પર કથિત રીતે ચર્ચા કરતા ઓછામાં ઓછી 3 વોટ્સએપ ચેટ સામે આવી હતી, જેની હાલમાં NCB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

12થી વધુ અધિકારીઓ દ્વારા 2 કલાક પૂછપરછ

NCB દ્વારા બોલાવવામાં આવ્યા બાદ ગુરૂવારના અનન્યા પોતાના પિતા અને અભિનેતા ચંકી પાંડે સાથે NCB અધિકારીઓની પાસે પહોંચી હતી. એજન્સીના 12થી વધારે અધિકારીઓ દ્વારા તેની 2 કલાકથી વધારે સમય માટે પૂછપરછ કરવામાં આવી હતી અને 22 ઑક્ટોબરના ફરીથી બોલાવવામાં આવી છે. આ ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો છે, જ્યારે NDPS કોર્ટના વિશેષ ન્યાયાધીશ વી.વી. પાટીલે આર્યન ખાન અને અન્ય 7 લોકોની ન્યાયિક કસ્ટડી 30 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આર્યન ખાનના જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં 26 ઓક્ટોબરે સુનાવણી થશે.

શાહરુખ ખાને દીકરા આર્યનની કરી મુલાકાત

આ પહેલા શાહરુખ ખાને દીકરા આર્યન ખાનની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં મુલાકાત કરી હતી, જ્યાં તેમણે તેની સાથે કેટલીક મિનિટો પસાર કરી હતી અને બાદમાં NCBની એક ટીમે તેમના બાંદ્રા સ્થિત બંગલાની મુલાકાત કરી. આ દરમિયાન ક્રુઝ શિપ રેડ કેસમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોને પકડ્યા બાદ NCBએ વધુ ધરપકડ કરવાની ના પાડી નથી, કારણ કે તપાસ વધુ આગળ વધી રહી છે.

આ પણ વાંચો: NCB એ ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેની 4 કલાક પૂછપરછ કરી

આ પણ વાંચો: શર્લિન ચોપરાએ કેમ કહ્યું કે રાજ કુન્દ્રા સામે અવાજ ઉઠાવવાની હિંમત નહોતી, હવે હિંમત આવી ગઈ છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.