ETV Bharat / bharat

Ship Drone Attack: હિંદ મહાસાગરમાં કેમિકલ ભરેલા કાર્ગો જહાંજ પર કથિત ડ્રોન હુમલો, ભારતીય કોસ્ટ ગાર્ડ આવ્યું મદદે

હિન્દ મહાસાગરમાં MV Chem પ્લૂટો કોમર્શિયલ કાર્ગો જહાંજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આ કોમર્શિયલ કાર્ગો જહાંજ ગત 19 ડિસેમ્બર 2023ના રોજ સાઉદઅરબથી રવાના થયું હતું અને 25 ડિસેમ્બર 2023ના રોજ તે મેંગલોર પહોંચવાનું હતું. જોકે, ગઈકાલે 23 ડિસેમ્બરે ભારતીય તટરક્ષક મુંબઈની બચાવ ટીમને આ જહાંજ દુર્ઘટનાગ્રસ્ત થયાં અંગેની માહિતી મળી હતી,જેના પગલે ભારતીય તટરક્ષક મુંબઈની ટીમ આ જહાંજની મદદે આવી પહોંચ્યું હતું.

Ship Drone Attack
Ship Drone Attack
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 24, 2023, 10:36 AM IST

Updated : Dec 24, 2023, 12:50 PM IST

હિંદ મહાસાગરમાં કેમિકલ ભરેલા કાર્ગો જહાંજ પર કથિત ડ્રોન હુમલો

પોરબંદર/મુંબઈ: ભારતની દરિયાઈ સીમા પાસે હિન્દ મહાસાગરમાં એક વિશાળ કાર્ગો જહાંજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. કેટલાંક માધ્યમોમાં એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, આ આગ ઈરાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલાના કારણે લાગી હતી. મહત્વપૂર્ણ છે, આ કોમર્શિયલ કાર્ગો જહાંજે ગત 19 ડિસેમ્બર 2023ના રોજ સાઉદઅરબ થી તેની સફર શરૂ કરી હતી અને 25 ડિસેમ્બર 2023ના રોજ તે મેંગલોર પહોંચવાનું હતું. ગઈકાલે 23 ડિસેમ્બરે ભારતીય તટરક્ષક મુંબઈની બચાવ ટીમને આ અંગેની માહિતી મળી હતી, ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જણાવાયું છે કે, આ જહાંજમાં 20 ભારતીય અને 1 વિયેતનામી ક્રૂ હતા. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડે પણ આ શિપ પર કથિત ડ્રોન હુમલો કે હવાઈ હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.

  • DRONE ATTACK ON MV CHEM PLUTO-Indian Coast Guard Maritime Rescue Coordination Centre,Mumbai received information regarding fire onboard MV Chem Pluto. The Merchant ship with 20 Indian &01 Vietnamese Crew was reportedly attacked by a suspected drone strike on aerial platform.(1/6) pic.twitter.com/CpioW9MfT9

    — Indian Coast Guard (@IndiaCoastGuard) December 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતીય તટ રક્ષક આવ્યું મદદે: ભારતીય તટ રક્ષકના પીઆરઓ કમાન્ડન્ટ નિરંજન પ્રતાપ સિંહે આ અંગે જણાવ્યું હતું કે, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ મેરીટાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) એ આ કાર્ગો જહાજના એજન્ટનો સંપર્ક કર્યો અને જાનમાલનું કોઈ નુકસાન થયું ન હોવાની પુષ્ટી કરી હતી અને તમામ મદદ આપવાની ખાતરી આપી હતી. જહાજમાં લાગેલી આગને ક્રૂ દ્વારા ઓલવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. બીજી તરફ જહાંજની સલામતી વધારવા માટે, MRCC મુંબઈએ INS ને સક્રિય કરી દીધું છે અને આ કેમ પ્લૂટો શિપને અન્ય મદદ પુરી પાડવાના હેતુથી અન્ય કોમર્શિયલ જહાંજોને કેમ પ્લુટોની આસપાસના દરિયાઈ વિસ્તારમાં મોકલવા આવ્યાં છે.

Ship Drone Attack
Ship Drone Attack

ભારતીય કોસ્ટ ગાર્ડે આપી સુરક્ષા: ભારતીય કોસ્ટ ગાર્ડે કેમ પ્લુટોને મદદ પુરી પાડવા માટે ઓફશોર પેટ્રોલ વેસલ વિક્રમ અને કોસ્ટ ગાર્ડ ડોર્નિયર મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટને પણ કામે લગાડ્યાં છે. કોસ્ટ ગાર્ડ ડોર્નિયર એરક્રાફ્ટે વિસ્તારને સાફ કરી દીધો છે અને કેમ પ્લુટો સાથે સંચાર સ્થાપિત કર્યો છે. જહાજે તેની વીજ ઉત્પાદન પ્રણાલીને થયેલા નુકસાનનું મૂલ્યાંકન અને સમારકામ કર્યા બાદ મુંબઈ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધું છે. જહાજ મુંબઈમાં પ્રવેશે તેવી શક્યતા છે અને સ્ટિયરિંગ સંબંધી સમસ્યાને કારણે એસ્કોર્ટની મદદ પણ લેવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ વિક્રમ સફર દરમિયાન આ કેમ પ્લૂટો જહાજની સુરક્ષા કરશે. ભારતીય કોસ્ટ ગાર્ડ ઓપરેશન સેન્ટર પરથી સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી બારીકાઈપૂર્વક નજર રાખી રહ્યું છે.

રૉયટર્સનો રિપોર્ટ: રૉયટર્સના રિપોર્ટ અનુસાર પેંટાગોને જણાવ્યું હતું કે, એક ઈરાની ડ્રોને શનિવારે હિન્દ મહાસાગરમાં રસાયણ ભરેલા એક મોટર જહાંજ CHEM પ્લૂટો પર હુમલો કર્યો હતો. પેન્ટાગોનના પ્રવક્તાએ રૉયટર્સને જણાવ્યું હતું કે, આ ઘટના 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ વધતા પરસ્પરના વધતા તણાવનું નવું ઉદાહરણ છે.

ઈરાનના ડ્રોન હુમલાનો દાવો: ઇરાની ડ્રોને શનિવારે હિંદ મહાસાગરમાં રાસાયણિક ટેન્કર પર હુમલો કર્યો, પેન્ટાગોને જણાવ્યું હતું કે, રોઇટર્સ અહેવાલ આપે છે. મોટર શિપ CHEM પ્લુટો, લાઇબેરિયન-ધ્વજવાળું, જાપાની-માલિકીનું અને નેધરલેન્ડ સંચાલિત કેમિકલ ટેન્કર, ભારતના દરિયાકાંઠે 200 નોટિકલ માઇલ દૂર હિંદ મહાસાગરમાં આજે સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગ્યે (6am GMT) ક્ષતીગ્રસ્ત થઈ ગયું હતું. પેન્ટાગોનના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું હતું કે, "ઇરાન તરફથી એકપક્ષીય સ્ટ્રાઇક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો." આ ઘટના 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ વધતા પ્રાદેશિક તણાવનું નવીનતમ ઉદાહરણ છે.

મહત્વપૂર્ણ છે કે, રસાયણ ભરેલું આ કાર્ગો જહાંજ (મોટર શિપ કેમ પ્લુટો) પર લાઇબેરિયન ધ્વજ છે, જે જાપાની માલિકીનું અને નેધરલેન્ડ દ્વારા સંચાલન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સમય અનુસાર શનિવારે સવારે 10 વાગ્યે હિંદ મહાસાગરમાં આ શિપ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પેન્ટાગોનના પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે ભારતીય દરિયાકાંઠાથી 200 નોટિકલ માઈલ દૂર ઈરાનથી છોડાયેલા ડ્રોન દ્વારા આ શિપ પર હુમલો કરવામાં આવ્યો હતો.

  1. શ્રીલંકન નેવીએ 6 ભારતીય માછીમારોની અટકાયત કરી, એક અઠવાડિયામાં બીજી ઘટના
  2. ઇઝરાયલ પર હમાસના હુમલા માટે મહત્ત્વની હતી ટનલ, યુદ્ધ પહેલાં ઇઝરાયલી ગુપ્તચર તંત્ર રહ્યું અજાણ

Last Updated : Dec 24, 2023, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.