ETV Bharat / bharat

DRDO: ભારતની વધુ એક સિદ્ધિ, બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળ પરીક્ષણ - APJ Abdul Kalam Island

ભારતે ઓડિશાના દરિયાકાંઠાની સપાટીથી 'પ્રલય' નામની ટૂંકી અંતરની બેલેસ્ટિક મિસાઈલનું (ballistic missile Pralay) સફળ પરીક્ષણ કર્યું.

DRDO: ભારતની વધુ એક સિદ્ધિ, બેલેસ્ટિક મિસાઈલ 'પ્રયાલ'નું સફળ પરીક્ષણ

author img

By

Published : Dec 22, 2021, 2:10 PM IST

બાલાસોર: ભારતે ઓડિશાના દરિયાકાંઠે ટૂંકી રેન્જની સપાટીથી (Surface to surface ballistic missile) સપાટી પર માર મારનાર બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું (ballistic missile Pralay) સફળતાપૂર્વક પરીક્ષણ (Ballistic Missiles Prayal test) કર્યું છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) આ જાણકારી આપી.

મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા

DRDO દ્વારા વિકસિત ઘન-ઇંધણ, લડાઇ મિસાઇલ ભારતીય બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામના 'પૃથ્વી ડિફેન્સ વ્હીકલ' પર આધારિત છે. મળતી માહિતી મુજબ, એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સવારે 10.30 વાગ્યે છોડવામાં આવેલી મિસાઈલે મિશનના તમામ ઉદ્દેશ્યોને પૂર્ણ કર્યા છે.

દરિયાકાંઠેથી તેના પ્રક્ષેપણ પર સર્વેલન્સ સાધનો દ્વારા દેખરેખ રાખવામાં આવી

દરિયાકાંઠેથી તેના પ્રક્ષેપણ પર સર્વેલન્સ સાધનો દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. પ્રલય એ 350-500 કિમીથી ઓછી રેન્જ સાથેની સપાટીથી સપાટી પરની મિસાઇલ છે, અને તે 500-1000 કિલોગ્રામનો ભાર વહન કરવામાં સક્ષમ છે.

પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઇમ'નું સફળ પરીક્ષણ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતે પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઇમ'નું સફળ પરીક્ષણ કર્યું હતું. અણુશસ્ત્રો વહન કરવામાં સક્ષમ નવી પેઢીની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પી' ઓડિશાના દરિયાકાંઠે ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, 'અગ્નિ પી' બે તબક્કાની કેનિસ્ટરવાળી સોલિડ પ્રોપેલન્ટ બેલેસ્ટિક મિસાઈલ છે, જેમાં ડ્યુઅલ એડિશનલ નેવિગેશન (Dual additional navigation) અને ગાઈડન્સ સિસ્ટમ છે. આ સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ 1,000 થી 2,000 કિમીની રેન્જ ધરાવે છે.

આ પણ વાંચો:

Multi Barrel Rocket Launcher India : રાજસ્થાનના પોખરણમાંથી સફળતાપૂર્વક પિનાકા-ઇઆર બેરલ રોકેટ લોન્ચ

મિસાઈલ મામલે ભારત સંપુર્ણ રીતે આત્મનિર્ભર છેઃ DRDO પ્રમુખ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.