ઓડિશા: ચાંદીપુર ખાતે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)માં હનીટ્રેપનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાંદીપુર મિસાઈલ ટેસ્ટ રેન્જના વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાકિસ્તાની એજન્ટને માહિતી લીક કરવાનો આરોપ છે.
આ પણ વાંચો: kurnool murder case: પોર્ન વીડિયોના નામે ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરનાર વ્યક્તિની મિત્રએ કરી હત્યા
એજન્ટ સાથે શેર કરી મહત્વપૂર્ણ માહિતી: પોલીસના જણાવ્યા અનુસાર ITRના એક વરિષ્ઠ અધિકારીને પાકિસ્તાની એજન્ટે નગ્ન વીડિયો દ્વારા હની-ટ્રેપમાં ફસાવી હતી. વરિષ્ઠ અધિકારીએ કથિત રીતે DRDO વિશેની મહત્વપૂર્ણ માહિતી એજન્ટ સાથે શેર કરી હતી. આરોપીની ઓળખ ITRના વરિષ્ઠ ટેકનિકલ અધિકારી તરીકે કરવામાં આવી છે. તેની સામે IPCની કલમ 120-A, 120-બી અને 31 અને ચાંદીપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રહસ્ય અધિનિયમની કલમ 3, 4 અને 5 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અશ્લીલ ફોટા અને વિડીયો: ચાંદીપુર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર મોહંતીએ એક લેખિત રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ITR અધિકારીએ મિસાઇલ પરીક્ષણો અંગેની સંવેદનશીલ સંરક્ષણ માહિતી વોટ્સએપ દ્વારા પાકિસ્તાની એજન્ટને શેર કરી હતી. આ સાથે અશ્લીલ ફોટા અને વિડીયોની પણ આપલે કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Russia Ukraine war resolution: UNGAમાં યુક્રેન યુદ્ધ પર કરાયો ઠરાવ પસાર, ભારત-ચીન સહિત 32 દેશોએ રાખ્યું અંતર
ISIને લીક કરી માહિતી: અધિકારી એક વર્ષથી વધુ સમયથી રાવલપિંડીથી કાર્યરત એજન્ટના સંપર્કમાં હતા. તેના કબજામાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ કેસમાં અન્ય લોકોની સંડોવણી જાણવા વધુ તપાસ ચાલુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ITRના પાંચ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની વિદેશી ગુપ્તચર એજન્સી માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એવી શંકા હતી કે, તે પાકિસ્તાનની કુખ્યાત ISIને માહિતી લીક કરી રહ્યો હતો.