ETV Bharat / bharat

8 રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે ડૉ. હર્ષવર્ધને કરી બેઠક, કોરોના વેક્સિનેશન અંગે કરી સમીક્ષા

દેશમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા વધારા વચ્ચે કોરોના વેક્સિનેશનની ગતિમાં પણ વધારો થઇ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને બુધવારના રોજ 8 રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ ડૉ. હર્ષવર્ધને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ બેઠકમાં કોરોના સંક્રમણમાં કેવી રીતે ઘટાડો કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના વેક્સિનેશન
કોરોના વેક્સિનેશન
author img

By

Published : May 12, 2021, 7:26 PM IST

  • 8 રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે ડૉ. હર્ષવર્ધને કરી બેઠક
  • કોરોના વેક્સિનેશન અંગે કરી સમીક્ષા
  • હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઇ
  • કોરોના વેક્સિનેશનની ગતિ પણ ધીમી

નવી દિલ્હી : કોરોના સંક્રમણમાં વધારો થવાને કારણે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. જ્યારે ઘણા રાજ્યોમાં કોરોના વેક્સિનેશનની ગતિ પણ ધીમી છે. આવા સમયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને બુધવારના રોજ 8 રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યો સાથે વેક્સિનેશન અને કોરોના મેનેજમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Harsh Vardhan
કોરોના વેક્સિનેશન અંગે કરી સમીક્ષા

આ પણ વાંચો - ડૉ. હર્ષ વર્ધનને પૂર્વ વડાપ્રધાન દ્વારા વડાપ્રધાનને લખાયેલા પત્રનો જવાબ આપ્યો

કોરોના સંક્રમણ સામે લડવા માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી

રાજ્યોમાં કોરોના વેક્સિનેશનની ગતિ ઘણી મંદ છે, જ્યારે મોટાભાગના રાજ્ય વેક્સિનની અછત જવાબદાર છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને મંગળવારના રોજ 8 રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. જેમાં જમ્મૂ કાશ્મીર, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તરાખંડના આરોગ્ય પ્રધાનોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોરોના વેક્સિનેશન સાથે સાથે કોરોના સંક્રમણ સામે લડવા માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Harsh Vardhan
8 રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે ડૉ. હર્ષવર્ધને કરી બેઠક

આ પણ વાંચો - આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને દિલ્હીમાં કોરોના વેક્સિનનો લીધો બીજો ડોઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.